SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. યશોવિજયજી કૃત ચોવીશી અચરીજ કુણથી હુઓ ટાણેરે. લઘુ) ૨. અથવા થિર માંહી અથિર ન માવેરે, મોટો ગજ દર્પણમાં આવેરે; જેહને તેજે બુદ્ધિ પ્રકાશીરે, તેહને દીજે એ શાબાશીરે. લઘુ૦ ૩. ઉર્ધ્વ મૂલ તરૂવર અધ શાખારે, છંદ પુરાણે એહવી છે ભાખારે; અચરજ વાળે અચરજ કીધુંરે, ભક્ત સેવક કારજ સીધુંરે. લઘુ ૦ ૪. લાડ કરીજ બાલક બોલેરે, માતપિતા મન અમિયને તોલેરે; શ્રી નયવિજય વિબુધનો શીશોરે, યશ કહે ઈમ જાણો જગદીશોરે. લઘુ ૦ ૫. gi (૧૦) શ્રી શિતલનાથ જિન સ્તવન 5 શ્રી શીતલ જિન ભેટિયે, કરી ચોકખું ભક્ત ચિત્ત હો; તેહથી કહો છાનું કિડ્યું, જેહને સોંપ્યા તન મન વિત્ત હો; શ્રી શીતલ જિન૦ ૧. દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો; તે બહુ ખજવા તગતગે, તું દિન કર તેજ સ્વરૂપ હો શ્રી0 ૨. મહોતો જાણી આદર્યો, દરિદ્ર ભાંજો જગતાત હો, તું કરૂણાવંત શિરોમણિ, હું કરૂણા પાત્ર વિખ્યાતeો. શ્રી૦ ૩. અંતરયામી સવિ લહો, અમ મનની જે છે વાત હો; મા આગલ મોસાલના, શ્યા વરણવવા અવદાત હો. શ્રી૦ જાણો તો તાણો કિડ્યું, સેવા ફલ દીજે દેવ હો; વાચક યશ કહે ઢીલની, એ ન ગમે મુજ ટેવ હો. શ્રી૫. = (૧૧) શ્રી શ્રેયાંસનાથજિન સ્તવન ક (કર્મ ન છૂટેરે પ્રાણીયા - એ દેશી ) તુમ બહુ મૈત્રીરે સાહેબા, મારે તો મન એક, તુમ વિણ બીજોરે નહિ ગમે, એ મુજ મોટી રે ટેક. શ્રી શ્રેયાંસ કૃપા કરો. ૧. એ આંકણી ૦ મન રાખો તુમે સવિ તણાં, પણ કિહાં એક મલિ જાઓ; લલચાવો લખ લોકને, શાથી સહજ ન થાઓ. શ્રી ૨. રાગ ભરે જન મન રહો, પણ તિહું કાલ વૈરાગ, ચિત્ત તમારારે સમુદ્રનો, કોય ન પામેરે તાગ. શ્રી) ૩. એવા શું ચિત્ત મેળવ્યું, કેળવ્યું પહેલા ન કાંઈ; સેવક નિપટ અબુજ છે, નિર્વહેશો ૩૧૫
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy