________________
ઉ. યશોવિજયજી કૃત ચોવીશી NE (૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન 5 | ( ઝાંઝરીયા મુનિવરની - એ દેશી )
સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતી; તેલ બિંદુ જિમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ; સોભાગી જિનશું લાગ્યો અવિહડરંગ૦ ૧. સર્જનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તુરી તણોજી, મહી માંહે મહેકાય. સોભાગી ૦ ૨. આંગલિયે નવિ મેરૂ ઢંકાયે, છાબડિયે રવિ તેજ; અંજલીમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ હેજ. સોભાગી ૦ ૩. હુઓ છીપે નહિ અધર અરૂણ જિમ, ખાતાં પાન સુરંગ; પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. સોભાગી ૦ ૪. ઢાંકી ઈશ્ન પરાલશુંજી, ન રહે લહિ વિસ્તાર; વાચક યશ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર. સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ. પ.
= (૬) શ્રી પદ્મપ્રભજિન સ્તવન F.
( સહજ સલુણા હો સધુજી - એ દેશી ) પદ્મપ્રભ જિન જઈ અલાગા રહ્યા, જિહાંથી નાવે લેખોજી; કાગળને મશિ તિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેષોજી; સુગુણ સહારે કદિય ન વિસરે. એ આંકણી ૦ ૧. ઈહાંથી તિહાં જઈ કોઈ આવે નહીં, જેહ કહે સંદેશોજી; જેહનું મિલવું રે દોહિલ, તેહશું નેહ તે આપ કિલેશોજી. સુગુણ ૦ ૨. વીતરાગશુંરે રાગ તે એક પખો, કીજે કવણ પ્રકારોજી; ઘોડો દોડે રે સાહેબ વાજમાં, મન નાણે અસવારેજી. સુગુણ ૦ ૩. સાચી ભકિત રે ભાવના રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી; હોડાદોડેરે બિહું રસ રીઝથી, મનના મનોરથ સીઝેજી. સુગુણ ૦ ૪. પણ ગુણવંતારે ગોઠે ગાજિયે, મોટા તે વિશ્રામેજી; વાચક યશ કહે એહિજ આસરે, સુખ લહું ઠામોઠામજી. સુગુણ ૦ ૫.
૩૧ ૩