________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા 5(૩) શ્રી સંભવનાથ જિન સ્તવન 5 | ( મન મધુકર મોહી રહ્યો – એ દેશી) -
સંભવ જિનવર વિનતિ, અવધારો ગુણ જ્ઞાતા રે ; ખામી નહીં મુજ ખિજમતે; કદીય હોશો ફલાદતા રે, સંભવ ૦ ૧. કરજોડી ઉભો રહું, રાત દિવસ તુમ ધ્યાનો રે ; જો મનમાં આણો નહિ, તો શું કહીએ થાને રે. સંભવ ૦ ૨. ખોટ ખજાને કો નહિ, દીજીયે વાંછિત દાનો રે; કરૂણા નજર પ્રભુજી તણી, વાઘે સેવક વાનો રે. સંભવ૩. કાલ લબ્ધિ મુજ મતિ ગણો, ભાવ લબ્ધિ તુમ હાથે રે; લડથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગાયવર સાથે રે. સંભવ૦ ૪. દેશો તો તુમહી ભલું , બીજા તો નવિ જાચું રે; વાચક યશ કહે સાંઈશું, ફલશે એ મુજ સાચું રે. સંભવ૦ ૫.
(૪) શ્રી અભિનંદનજિન સ્તવન 5 | (સુણજો હો પ્રભુ - એ દેશી ) દીઠી હો પ્રભુ દીઠી જગગુર તુજમૂરતિ હો પ્રભુ મૂરતિ મોહન વેલડીજી; મીઠી હો પ્રભુ મીઠી તાહરી વાણી, લાગે હો પ્રભુ, લાગે જેસી શેલડીજી. ૧. જાણું હો પ્રભુ, જાણ જન્મ કથ્થ; જોઉ હો પ્રભુ જોઉ તુમ સાથે મિલ્યો; સુરમણિ હો, પ્રભુ, સુરમણિ પામ્યો હથ્થ; આંગણે હો પ્રભુ, આંગણે મુજ સુરતરૂ ફલ્યોજી. ૨. જાગ્યાં હો પ્રભુ, જાગ્યાં પુણ્ય અંકુર, માગ્યા હો પ્રભુ મુહ માગ્યા પાસા ઢલ્યાજી, વુક્યા હો પ્રભુ વુક્યા અમિરસ મેહ; નાઠા હો પ્રભુ નાઠા અશુભ શુભ દિન વલ્યાજી. ૩. ભૂખ્યાં હો પ્રભુ, ભૂખ્યાં મલ્યાં ધૃતપૂર; તરસ્યાં હો પ્રભુ, તરસ્યાં દિવ્ય ઉદક મિલ્યાજી, થાક્યાં હો પ્રભુ, થાક્યાં મિલ્યા સુખપાલ; ચાહતા હો પ્રભુ, ચાહતા સન હેજે મીલ્યાજી, ૪. દીવો હો પ્રભુ દીવો નિશા વન ગેહ; સાથી હો પ્રભુ, સાથી થલે જલ નૌકા મળીજી; કલિયુગે હો પ્રભુ કલિયુગે દુલહો મુજ; દરિસન હો પ્રભુ દરિસન લધું આશા ફળીજી. ૫. વાચક હો પ્રભુ વાચક યશ તુમ દાસ; વિનવે હો પ્રભુ વિનવે અભિનંદન સુણોજી; કહીયે હો પ્રભુ, કહીયે મ દેશો છેહ; દેજો હો પ્રભુ, દેજો સુખ દરિસણ તણોજી. ૬.
૧૩૧૨)