________________
ઉ. યશોવિજયજી કૃત ચોવીશી શ્રીમદ્ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત
ચોવિશ જિનના સ્તવનો = (૧) શ્રી ઋષભજિન સ્તવન 5
(મહાવિદેહ ક્ષેત્ર સોહામણો - એ શ્રેશી ) જગજીવન જગવાલો, મરૂદેવીનો નંદ લાલરે; મુખ દીઠ સુખ ઉપજે, દર્શન અતિહિ આનંદ લાલ રે. જગ૦ ૧. આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમ ભાલ લાલ રે, વદન તે શારદ ચંદલો, વાણી અતિહિ રસાલ લાલ રે. જગ૦ ૨. લક્ષણ અંગે વિરાજતાં, અડદિય સહસ ઉદાર લાલ રે; રેખાકર ચરણાદિકે, અત્યંતર નહિં પાર લાલ રે. જગ૦ ૩. ઇદ્ર ચંદ્ર રવિ ગિરિ તણા, ગુણ લઈ ઘડિયું અંગ લાલ રે, ભાગ્ય કિહાં થકી આવિયું, અચરિજ એહ ઉરંગ લાલ રે. જગ) ૪. ગુણ સઘળા અંગે કર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે; વાચક યશવિજયે થયો, દેજો સુખનો પોષ લાલ રે. જગજીવન૦ ૫.
ક (૨) અજિતનાથજિન સ્તવન 5. | ( નિદ્રડી વેરણ હોય રઈ-એ દેશી)
અજિત જિણંદશું પ્રતડી, મુજ ન ગમે તો બીજાનો સંગ કે; માલતી ફુલે મોહીયો, કિમ બેસે હો બાવલ તરૂ ભંગ કે. અજિત) ૧. ગંગાજલમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાલકે; સરોવર જલધાર જલ વિના, નવિ ચાહે હો જગ ચાતક બાલ કે. અજિત૨. કોકિલ કલ કુંજિત કરે, પામી મંજરી હો, પંજરી સહકાર કે; ઓછાં તરૂવર નવિ ગમે, ગિરૂઆશું હો હોય ગુણનો પ્યાર કે. અજિત) ૩. કમલિની દિનકર કર ગ્રહે, વલી કુમુદિની હો ઘરે ચંદશું પ્રીત કે, ગૌરી ગિરિશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે. અજિત) ૪. તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજા શું હો નવિ આવે દાય કે, શ્રી નયવિજય વિબુધતણો, વાચક યશ હો નિત નિત ગુણ ગાય છે. અજિત૦ ૫.
૩૧ ૧