________________
સ્તવન વિભાગ
તવ ચક્રીએ રે બિંબ ભરાવી, રયણનાં સઘલા રે બિંબ; ઋષભાદિક ચોવીશ કરાવીયા, નિજ નિજ માને પ્રલંબ.
અષ્ટાપદના૦ ૩ જોજન માને રે એક પગથીયું, એહવા પગથીઓ આઠ; અષ્ટાપદગિરિ તેણે ભાસીએ, આગમમાંહી રે પાઠ.
અષ્ટાપદના૦ ૪ તે ઉપર બહુ ભાવે કરાવીઆ, સોવનમય પ્રાસાદ; ધ્વજ દંડ સોહે કંચન કેરા, લેતા ગગન શું રે વાદ.
અષ્ટાપદના૦ ૫ અતિ શુભ મુહૂર્ત રે પ્રભુ બેસાડીઆ, કરીય પ્રતિષ્ઠા સાર; પૂરવ દિશી બે ઋષભ અજિતજીના, દક્ષિણ સંભવ ચાર.
અષ્ટાપદના૦ ૬ સુપાર્થ આદે રે આઠ જિને સરૂ, પશ્ચિમ દિશે બે સંત; ધર્મ જિણંદથી રે દશ ઉત્તર દિશે, થાપ્યા ઈમ ભગવંત.
અષ્ટાપદના) ૭ સિંહનિષધ્યા રે આકૃતિ તેહની, સમાનાસા સુખકાર; ઈમ બેસાડ્યાં રે ચોવીશે જિનવરા, પદ્માસન નિરધાર.
અષ્ટાપદના૦ ૮ સત્તરભેદી રે પ્રભુપૂજા રચે, સમક્તિ નિરમલ કીધ; દેશી વિદેશી રે સંઘ જાયે ઘણાં. અરચે પ્રણમે સમૃદ્ધ.
અષ્ટાપદના૦ ૯ ઋષભ નિણંદે રે મુક્તિવધૂ વરી, તિણ એ તીરથ મહંત; ચઉસઠ સુરપતિ રે આવી હરખથી, ઓચ્છવ કરત અનંત.
અષ્ટાપદના૦ ૧૦ રાવણ રાણો રે આવ્યો ઈણ ગિરિ, વિણા વજાવી સાર; ત્રુટી તાંતરે નસ સાંધી તેણે, જિન થાશે શ્રીકાર.
અષ્ટાપદના) ૧૧
-ર૯૯
૨૯૯