________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ (૩) શ્રી સમ્મેતશિખરગિરિનું સ્તવન (ક્રીડા કરી ઘરે આવીઓ એ-દેશી)
સ ૩
સમ્મેતશિખર જિન વંદીયે, મોટું તીરથ એહ રે; પાર પમાડે ભવતણો, તીરથ કહિએ તેહ રે. સ૦ ૧ અજિતથી સુમતિ-જિણંદ લગે, સહસ મુનિ પરિવાર રે; પદ્મપ્રભ શિવસુખ વર્યા, ત્રણસેં અડ અણગાર રે. સ૦ ૨ પાંચશે મુનિ પરિવારશું, શ્રી સુપાર્શ્વજિણંદ રે; ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુણિંદ ૨. છ હજાર મુનિરાજશું, વિમલ-જિનેશ્વર સિદ્ધા રે; સાત સહસ શું ચૌદમાં, નિજ કારજ વર કીધાં રે. સ૦ ૪ એકસો આઠ શું ધર્મજી, નવસે શું શાંતિનાથ રે; કુંથુ અર સહસશું, સાચો શિવપુર સાથ રે. સ૦ ૫ મલ્લિનાથ શત પાંચશું, મુનિ નિમ એક હજાર રે; તેત્રીશ મુનિ યુત પાસજી, વરીયા શિવસુખ સાર રે. સ૦ ૬ સત્તાવીશ સહસ ત્રણશે, ઉપર ઓગણપચાસ રે; જિન પરિકર બીજા કેઈ, પામ્યા શિવપુર વાસ રે. સ૦ ૭ એ વીશે જિન એણે ગિરિ, સિદ્ધા અણસણ લેઈ રે; ‘પદ્મવિજય’ કહે પ્રણમીયે, પાસ સામલનું ચેઈય રે. સ૦ ૮
૬ (૧) શ્રી અષ્ટાપદજી તીર્થનું સ્તવન પૂર્ણ અષ્ટાપદનારે શ્રી જિન વંદીયે, ઋષભાદિક ચોવીશ; ભરતચક્રીયે રે કીધો ભાવશું, તીરથ વિશ્વારે વીશ.
અષ્ટાપદના ૧
આદિ જિણંદે રે સ્વમુખ ઉપદિશ્યો, બારે પરસદા માંહી; શ્રી જિન કેરાં રે બિંબ ભરાવતાં, જિન સમ થઈએ ઉછાંહી.
અષ્ટાપદના ૨
૨૯૮