________________
સ્તવન વિભાગ
મોટું તીર્થ મોટો મહિમા, ગુણ ગાવત સુરાસુરી. તુંહી, વિષમ પહાડ ઉજ્જડ મેં ચિહું દીસી, ચોર ચરડ રહ્યા સંચરી. તુંહી, ભયંકર ડુંગર ભૂમિ ડરાવણ, દેખત ડુંગર થરહરી. તુંહી, સંવત સત્તર ચુંમાલીશ વરસે, ચૈત્ર સુદ ચોથે ધરી. તુંહી, કહે જિન હર્ષ વીશે ટુંકે, ભાવશું ચૈત્યવંદન કરી. તુંહી, E (૨) શ્રી સમેતશિખરજીનું સ્તવન
(રાગ-એટલો સંદેશો ચંદાજી) સમેતશિખર મુજને વાલેરું લાગે, પ્રગટ વસે છે વ્હાલા પાર્થ નિણંદ; સખી સમેતશિખર મુજને વાલેરું લાગે. ૧. આટલો સંદેશો જઈને પ્રભુજીને કહેજો, ભવસાગર ક્યારે જાલશો હાથ. સખી૦ ૨. ક્રોધ અગ્નિની જ્વાળા મુજને બાળે છે, કૃપા વારિનો કયારે કરશો વરસાદ. સખી, ૩. કામ સ્વરૂપી હસ્તી કચડી નાખે છે, શઠતા સ્વરૂપી સિંહ કરે છે નાદ. સખી. ૪. હું તો દાસી છું પ્રભુ પાર્થ નિણંદની, સહેજે સલુણો મારો કોડીલો કંથ. સખી૫. સૃષ્ટિ ન દેખું આતો રાન ભયંકર, નજરે ન આવે પ્યારો પ્રેમીલો પંથ. સખી) ૬ કુટુંબ કબીલો એતો સાચા શિયાળવા, ઘેરી રહ્યા છે મુજને આવી ચોપાસ સખી૦ ૭. અંતરના બેલી પ્રભુજી કયારે ઉગારશો, હૈયામાં હવે મારે કંઈ નથી હામ સખી ૮. કરૂણાના સાગર પ્રભુજી જ્ઞાન ઉજાગર, વહાલું લાગ્યું છે પ્રભુ આપનું ધામ. સખી) ૯. અમીરસ ઝરતી મૂરતિ પ્યારી લાગે છે, કુમુદને વ્હાલો જેમ શારદનો ચંદ, સખી ૧૦. સમેતશિખરવાસી પાર્થ નિણંદજી, વામાદેવીનો રૂડો લાડીલો નંદ. સખી. ૧૧. નટડીને દોર ઉપર જેવી છે સુરતા, એવી પ્રભુની સાથે મારી છે પ્રીત. સખી. ૧૨. પહ્મવિજય સૂરિ એ રીતે બોલે, પ્રભુજીએ સંભાળી રૂડી રાખી છે પ્રીત. સખી સમેતશિખર મુજને વાલેરું લાગે૧૩.
૨૯૭