________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સુવર્ણનો દંડ કલશ અછે રે, રૂખ કપાટ જોડી દોય રે, કે રત્ન જડિત સુવર્ણ અંગિકા રે, તેજે જલામલ ભાણ રે. કે૦ ૩ પ્રભુજીની મૂર્તિ મોહની રે, તૃપ્તિ ન પામે નયણ રે, કે મહિમાવંત મોહોટા તુમે રે, જગ સહુ નમે જસ પાથરે. કે. ૪ નિત પૂજે પ્રભુ ભાવશું રે, વંછિત ફલ લહે તામ રે, કે આશા ધરીને હું આવીયો રે, ધો દરિસણ મહારાજ રે. કે. ૫ દેશાવરી સંઘ આવે ઘણા રે, યાત્રા કરણ નિતમેવ રે, કે૦ કેસરના કીચ મચી રહ્યા રે, નિત હોય મંગલમાલ રે. કે. ૬ ગૌમુખ યક્ષ ચક્કસરી રે, શાસનદેવતા એહ રે, કે કલિયુગમાં સાચો ધણી રે, પરતા પૂરણહાર રે. કે. ૭ શેઠ નરસિંહ નાથાના સંઘમાં રે, વર્તે છે જય જયકાર રે, કે) સંવત્ ઓગણીશ બારોત્તરે રે, વૈશાખ વદી બીજ સાર રે. કે. ૮ તિણે દિન પ્રભુજીને વાંદીયા રે, સંઘ સર્વે ગહ ઘટ રે; કે૦ પૂજા સાહમિવચ્છલ નિત પ્રતે રે, ખરચી લાહો લીધ રે. કે. ૯ આઠ દિવસ કરી જાત્રા રે, સંઘ સહુ હણ રે, કે૦ સૌભાગ્યેન્દુ શિષ્ય દેવચંદ્રને રે, જાત્રા થઈ સુખકાર રે. કે૦ ૧૦
H (૧) શ્રી સમેતશિખરજીતીર્થનું સ્તવન BH તુંહી નમો નમો સમેતશિખર ગિરિ, આદીશ્વર અષ્ટાપદ સિધ્યાં, વાસુપૂજ્ય ચંપાપુરી. તુંહી, નેમ ગયા ગિરનારે મુકિત, વીર પાવન પાવાપુરી. તુંહી, વિશ ટુંકે વીશ જિનશ્વર, સિધ્યા અનશન આદરી. તુંહી
જ્યોતિ સ્વરૂપે હું આ જગદીશ્વર, અષ્ટ કર્મનો ક્ષય કરી તુંહી, પશ્ચિમ દિશે શત્રુંજય તીર્થ, પૂર્વ સમેતશિખર ગિરિ. તુંહી, મોક્ષ નગરના દોય દરવાજા, ભવિક જીવ રહ્યા સંચરી. તુંહી જગ વ્યાપક અક્ષય સાહીબ, પાપ સંતાપ કોટન ગિરિ. તુંહી,
૧૨૯૬