SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ બીજા રે ભોણની માંડણી, આઠ હજાર એના થંભ જી; બત્રીસ હજાર પ્રતિમા વસે, મંડપ રચ્યો મહોટે ઠામ જી. રાણકપુર૦ ૪ ત્રીજા રે ભોણની માંડણી ચોરાશી શિખરે વખાણું જી; આદીશ્વર ભગવાન શોભતા, બીજી પ્રતિમાનો પાર ન જાણુંજી રાણકપુર૦ ૫ બસો પાંત્રીશ પગથી, એટલું દેરાનું પરિમાણ જી; કોડ નવાણું સોનામહોરો ખરચી, છે ધનેશ્વર પોરવાડે જી. રાણકપુર૦ ૬ જ્યારે દેહરું પૂરું થયું, રાણકપુર રસ રહેશે જી; યાત્રા કરો જિનજી તણી, ટાલશો ભવનો ફેરો જી રાણકપુર૦ ૭ માટે તે શહેર રાણકપુરું, ચાલીશ ગાઉનો ફેરો જી; ચોરાશી ગચ્છના શ્રાવક વસે, મોટા ધન્નોશા કહેવાણા જી. રાણકપુર૦ ૮ પહેલા તે શ્રાવક એકલા, વલી તે પાંચસે માસે જી; એટલા વરસ દેહરાને થયા, મહાવીરસ્વામી બેઠા પાટે જી. રાણકપુર ૯ સંવત અઢાર પાંત્રીશનો, રુડો તે શ્રાવણ માસ જી; મોટીરે સઈ પરમેસરી, સ્તવન રચાવ્યું પેથલ ઉસવાલે જી. * રાણકપુર૦ ૧૦ (૧) શ્રી કેસરીયાજીનું સ્તવન 5. (રાગ-ભમરો ઉડેરે રંગમે હોલમાં રે) આજ સફલ દિન માતરો રે, વાંધો શ્રી ધૂલેવા રાય રે, કેસરીયોજી ભેટીઓ રે, મેવાડ વાગડ વચે શોભતો રે; બાવન જિનાલયો પ્રાસાદ રે. કે૦ ૧ મેરૂ સમ ઉરંગ દેહરો રે, કોણી અતિથી શ્રીકાર રે, કે૦ થંભે થંભે શોભે પૂતળી રે, જાણીયે દેવવિમાન રે. કે૦ ૨ ૨૯૫
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy