________________
સ્તવન વિભાગ
(૫) શ્રી નવપદજીની ઓળીનું સ્તવન ક દેશ મનોહર માળવો, નિરુપમ નયરી ઉજેણ લલના રાજ કરે તિહાં રાજીઓ, પ્રજાપાળ ભૂપાળ લલના.
શ્રી સિદ્ધચક્ર આરાધીએ. ૧ તસ અંગજા બે બાલિકા, મયણાં જગ વિખ્યાત લલના; જિનમતી પાસે વિદ્યા ભણી, ચોસઠ કળા વિશાળ લલના
શ્રી સિદ્ધચક્ર ૨ સાતશે કોઢીનો અધિપતિ, શ્રી શ્રીપાળ નરિંદ લલના; પરણાવી મયણા તેહને, કોઢીશું ધરતી નેહ લલના.
શ્રી સિદ્ધચક્ર૦ ૩ પિયુ! ચાલો દેવ જુહારીએ, ઋષભજિણંદ ઈષ્ટદેવ લલના; પૂજી પ્રણમી આવીઆ, ગુરુ પાસે સસનેહ લલના.
શ્રી સિદ્ધચક્ર૦ ૪ કહે મયણા સુણો પૂજ્યજી, તુમ શ્રાવકનો દેહ લલના; કવણ કર્મસંજોગથી કેમ જાશે એ રોગ લલના.
શ્રી સિદ્ધચક0 ૫ ગુરુ કહે વત્સ! સાંભળો, નહીં અમ અવર આચાર લલના; સિદ્ધચક્ર યંત્ર જોઈને, કરશું તુમ ઉપકાર લલના.
શ્રી સિદ્ધચક્ર૦ ૬ આસો શુદિ સાતમ દિને, કીજે ઓળી ઉદાર લલના; પાંચે ઈદ્રિય વશ કરી; કેવલ ભૂમિસંથાર લલના.
શ્રી સિદ્ધચક્ર) ૭ પડિક્કમણા દોય ટંકના, દેવ વંદન ત્રણ કાળ લલના; વિધિશું જિનવર પૂજીએ, ગણણું તેર હજાર લલના.
શ્રી સિદ્ધચક૭ ૮ એમ નવ દિન આંબિલ કરે, મયણા ને શ્રીપાળ લલના; પંચામૃત હવણે કરી, હવરાવે ભરથાર લલના.
શ્રી સિદ્ધચક૦ ૯
૨૯૩