________________
સ્તવન વિભાગ
gi (૩) શ્રી સિદ્ધચક્રજી-નવપદજીનું સ્તવન સિદ્ધચક્ર વર સેવા કીજે, નરભવ લાહો લીજે જી, વિધિપૂર્વક આરાધન કરતાં, ભવભવ પાતિક છીજે; ભવિજન ભજીયેજીરે અવરઅનાદિની ચાલ, નિત્ય નિત્યુ
તજીયેજીરે. ૧ દેવનો દેવ દયાકર ઠાકર, ચાકર સુર નર ઈદ્રાજી, ત્રિગડે ત્રિભુવનનાયક બેઠા, પ્રણમાં શ્રી જિનચંદા. આવી ર અજ અવિનાસી અકળ અજરામર, કેવલ દંસણ નાણીજી; અવ્યાબાધ અનંતુ વીરજ, સિદ્ધપ્રણમો ગુણખાણી. ભવ. ૩ વિદ્યા સૌભાગ્ય લક્ષ્મીપીઠ, મંત્રરાજ યોગપીઠજી, સુમેરૂપીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચરજ ઈ. ભવી૪ અંગઉપાંગ નંદિ અનુયોગા, છ છેદ ને મૂળ ચારજી, દસ પન્ના એમ પણયાલીસ, પાઠક તેહના ધાર ભવી) ૫ વેદ ત્રણ ને હાસ્યાદિક પ, મિથ્યાત્વ ચાર કષાયજી; ચૌદ અત્યંતરનવવિધબાહ્યની, ગ્રંથિ તજે મુનિરાય. આવી) ૬ ઉપશમ ક્ષયઉપશમ ને ક્ષાયક, દર્શન ત્રણ પ્રકારજી; શ્રદ્ધા પરિણતિ આતમ કેરી, નમીયે વારંવાર. ભવી૭ અઠ્ઠાવીસ ચૌદ ને પ દુગ ઈગ, મત્યાદિકના જાણજી; એમ એકાવન ભેદે પ્રણો , સાતમે પદ વરનાણ. ભવી૮ નિવૃતિ ને પ્રવૃતિ ભેટ, ચારિત્ર છે વ્યવહાર જી; નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણમો, નિશ્ચે શુદ્ધ પ્રકાર. ભવી૯ બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુ જી; તે તપ નમિયે ભાવ ધરીને, ભવ સાગરમાં સેતુ. ભવી ૧૦ એ નવપદમાં પણ છે ધર્મ, ધર્મ તે વરતે ચાર જી; દેવ ગુરુ ને ધર્મ તે એહમાં, દો ત્રણચાર પ્રકાર. વી૧૧ માર્ગદશક અવિનાશીપણું, આચાર વિનય સંકેત છે; સહાયપણું ધરતાં સાધુજી, પ્રણમો એહિ જ હેતે. ભવ૦ ૧૨
૨૯૧