________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વિધિપૂર્વક આરાધતાં, જશવ લહે શિવ જેમ શ્રીપાલ ત્રિ જિન ઉત્તમ ગુણ ગાવતાં, જશ, પદ્મવિજય ગુણમાલ. ત્રિ) ૧૩
fi (૨) શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન ; ' (રાગ-નમો નમો શ્રી શત્રુંજા ગિરિવર) સકલ સુરાસુર વંધ નમીજે, શ્રી સિદ્ધચક્ર પ્રધાન રે; ઈહભવ પરભવ શિવસુખ કારણ, વારણ કર્મ વિતાન રે. સકલ૦ ૧ પ્રથમ પદે અરિહંત નમીજે, ચાર અતિશયવંત રે; પ્રાતિહારજ આઠની શોભા, બાર ગુણે ભગવંત રે. સકલ૦ ૨ આઠ કરીને નાશે જિનવર, આઠ ગુણો પ્રગટાય રે, એહવા સિદ્ધ પ્રભુને નમતાં, દુરિત સકલ દૂર જાય. સકલ૦ ૩ આચારક પ્રણમો પદ ત્રીજે, ગુણ છત્રીસ સહાય રે; પાઠકપદ ચોથું નિત પ્રણમું, ગુણ પચવીશ કહાય રે. સકલ૦ ૪ સત્તાવીસ ગુણે કરી સાધુ, દુષ્ટ કરમ ભવ જીપે રે; ચાર સદ્યણા આદે સડસઠ, ભેદે દરિસણ દીપે રે. સકલ૦ ૫ સાતમે નાણ નમો ભવિભાવે, ભકિત કરી શુભ મન્ન રે; પાંચ કહ્યાં મૂલ ભેદ જ ચારુ, ઉત્તમ એકાવત્ર રે. સકલ૦ ૬ સંયમ સત્તર પ્રકારે આરાધો, નવમે પદ તપ સાર રે; તે તપ બારે ભેદે વખાણ્યો, અવિચળ પદ દાતાર રે. સકલ૦ ૭ એ નવપદમાં આતમા રે, નિજ આતમમાં એક રે; મયણા ને શ્રીપાલ આરાધ્યો, નવમે ભવે શિવગેહ રે. સકલ૦ ૮ પાંચ ગુણીમાં ગુણ રહ્યા રે, ગુણી સેવે ગુણ હોય રે, ધ્યેય ને ધ્યાતા ધ્યાનથી જાણો, ભેદ રહ્યો નવિ કોય ૨. સકલ૦ ૯ ઈમ નવપદ જે ધ્યાને પ્રાણી, તે શુભવિજય વરંતરે; વીર કહે તે સુણ શ્રેણિક નર, સિદ્ધિવધૂ-વર-કંત રે. સકલ૦ ૧૦
૨૯)