________________
સ્તવન વિભાગ
5. (૧) શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન 5 સિદ્ધચક્ર સેવા કરો, જશ ગાજે છે, શિવ સાધન પુષ્ટ ઉપાય
ત્રિભુવન રાજે છે; કારણ શિવ સાધન તણા, જશ૦ સંખ્યાતીત કહેવાય. ત્રિ. ૧ તેહમાં સર્વ શિરોમણી જશ૦ જિહાંલહીયે તત્ત્વ વિચાર; ત્રિ) ઘર્મી પાંચ સોહામણા, જશ૦ વળી ધર્મ કહીજે ચાર. ત્રિ૦ ૨ વર્જિત દોષ અઢારથી, જશ, અડ પ્રાતિહારજ ધાર; ત્રિ) ચોત્રિશ અતિશય રાજતા, જશ૦ ગુણ પત્રીસ વાણી ઉદાર. ત્રિ૦ ૩. ગુણઠાણે તેરમે તથા, જશ૦ ચોદમે રહ્યાં જિનરાજ; દેવતત્ત્વ અરિહંત એ, જશ૦ પ્રણમો આત્મકાજ. ત્રિ. ૪ આઠ કર્મના ક્ષય થકી, જશ૦ ગુણ અડ એકત્રીશ વિશાલ; ત્રિ) - અવ્યાબાધ સુખે ભર્યા, જશ૦ સાદી અનંતો કાલ. ત્રિવ ૫ જાણે લોકાલોકને, જશ, પણ નવિ હરખે નવિ શોચ; ત્રિો તેહ દેવ અનંત છે, જશ, એક ઠામે વિણ સંકોચ. ત્રિ. ૬ છત્રીશ છત્રીશી ગુણે, જશ0 ગુરુ તત્વમાં મુખ્ય કહાય; ત્રિવ તીર્થકર સમ તેહ છે જશ૦ ગૌતમ પ્રમુખ ઋષિરાય. ત્રિ. ૭ સૂરી સમ પાઠક કહ્યાં, જશ૦ પણવીશ ગુણવંત મહંત; ત્રિ) સયલ જીવ ઉપગારીયા જશ૦ પ્રણમો ગુરુ પદ વરતંત. ત્રિ. ૮ શિવમારગ સાધક મુનિ, જશ૦ કરે અરસવિરસ આહાર; ત્રિ) તે પણ ગુરુ તત્ત્વ રહ્યાં, જશ૦ ગુણ સત્યાવીશ આધાર. ત્રિ. ૯ સમકિત સડસઠ ભેદથી, જશવ આરાધો ઉજમાલ; ત્રિવે ભેદ એકાવન નાણના, જશ૦ સમજો ગુરુ મુખ સુરસાલ. ત્રિ૧૦ સિત્તેર ભેદ ચરણ તણા, જશ૦ તપના ભેદ પચાશ; ત્રિ ધર્મ તત્ત્વમાં ચાર એ, જશ૦ વંદો અધિક ઉલ્લાસ. ત્રિ૦ ૧૧ ઈણિપરે બહુ વિધ અવતરે, જશ સાધન નવપદમાં સાર; ત્રિ ગુણ કોણ કહી શકે તેહના; જશ૦ જો હોય જીભ હજાર. ત્રિ) ૧૨
૨૮૯