________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા જો ગુન્ડા લાખ ગમે કર્યા સેવક લહેતાં જેહ; તે પણ પોતાના તે વળી, સાહિબ ન દાખે છે. પ્રભુ) ૧૩ વળી વળી શું કહીએ ઘણું, પ્રભુ વિનંતિ મન માંહિ; એમ ભકતને ઉવેખતા, નહિ ભલા દીસો છો કાંઈ. પ્રભુ૦ ૧૪ મુજ સરીખા કોટિ ગમે, સેવક તુમારે સ્વામ; પણ માહરે પ્રભુ તમ વિના, નહિ અવર મન વિશ્રામ. પ્રભુત્વ ૧૫ એક અરજ માહરી સાંભળી, કરૂણા કરી મુજ સાથ; કહે હંસ પ્રભુ હેજે હવે, દર્શન દીજે નાથ. પ્રભ૦ ૧૬
NE (૧૭) શ્રી સીમંધર જિન સ્તવન H
૧. વિનંતી માહરી રે સુણજો, સાહિબા સીમંધર જિનરાજ, ત્રિભુવન તારક અરજ ઉરે ધરો, દેજો દરિસન આજ. વિ૦ ૨. આપ વસ્યા જઈ ક્ષેત્ર વિદેહમાં, હું રહું ભરતમોઝાર; એ મેળો કેમ હોયે જગધણી, એ મુજ સબલ વિચાર. વિ૦ ૩. વચમાં વન દ્રહ પર્વત અતિ ઘણા, વળી નદીઓનારે ઘાટ; કિણવિધ ભેટું રે આવી તુમ કને, અતિ વિસમી રે એ વાટ વિ૦ ૪. કિહાં મુજ દાહિણ ભરતક્ષેત્ર રહ્યું, કિહાં પુખ્તલવઈ રાજ; મનમાં અળજો રે મળવાનો અતિ ઘણો, ભવ જળ તરણ જહાજ, વિ૦ ૫. નિશદિન આલંબન મુજ તાહરૂં, તું મુજ દય મોઝાર; ભવદુઃખભંજન તેહિ નિરંજનો, કરૂણા રસ ભંડાર. વિ૦ ૬. મનવંછિત સુખસંપદ પૂરજો, ચૂરજો કર્મની રાસ; નિત્ય નિત્ય વંદન હું ભાવે કરૂં, એહી જ છે અર- દાસ વિ૦ ૭. તાત શ્રેયાંસ નરેસર જગતીલો, સત્યકી રાણીનો જાત; સીમંધર જિન વિચરે મહીતલે, ત્રણ ભુવનમાં વિખ્યાત વિ૦ ૮. ભવોભવ સેવા, રે તુમ પદ કમલની, દેજો દીન દયાલ; બે કર જોડી ઉદયરતન વદે, નેક નજરથી નિહાળ. વિ૦ ૯.
૨૮૮