SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ (૧૬) શ્રી સીમંધરસ્વામીનું સ્તવન 55 શ્રી સીમંધરસ્વામીજી જીવન જગદાધાર, વ્હાલા સુણો એક વિનંતી, મારા પ્રાણ તણા આધાર, પ્રભુજી માનીએ મહારાજ. ૧ હઈડું તે મુજ હેજાલુઓ, સંશય ભર્યું ઉભરાય; એક પલક ધીરજ નવિ ધરું, કહું કોણ આગલ જાય. પ્રભુ) ૨ ક્ષણ ક્ષણ મનોરથ નવ નવા, ઉપજે તે મનડા માંહી ફરી તેહ મનમાં વિસમે, જેમ કૂવાની છાંહી. પ્રભુO ૩ એક ઘડી અથવા અધ ઘડી, જો પ્રભુ મલે એકાંત; તો વાત સવી મનની કહું, ભાંજે તે સઘળી બ્રાંત. પ્રભ૦ ૪ ભલે સરજયા પંખેરૂઆ, મન ચિન્તવે તિહાં જાય; માણસને ન સરજી પાંખડી, તેણે રહ્યું મન અકળાય. પ્રભુ) ૫ કુણ મિત્ર જગ એવો મલે, જે લહે મનની વાત, વધે નહિ મન જેહશે, કિમ મલે તેહશું ઘાત. પ્રભ૦ ૬ નવ નવ રંગી જીવડા, અતિ વિષમ પંચમ કાલ; આપ આપણા મન રંગમાં, સહુકો થઈ રહ્યાં લાલ. પ્રભ૦ ૭ કહું કોણ આગળ વાતડી, કુણ સાંભળે વળી તેહ; ટાળે તે કોણ પ્રભુ તમ વિના, મારા મનડાં તણાં સંદેહ પ્રભુ૦ ૮ સંસાર સઘળો જોવતાં, મુજ મન ન રૂચે કાંઈ; જિમ કમલ વનના ભમરલો, તેને અવર ન ગમે કાંઈ. પ્રભુ૦ ૯ ધન્ય મહાવિદેહના લોકને જે રહે સદા પ્રભુ પાસ; મુખ ચંદ્ર દેખી તુમ તણો. પુરે તે મનની આશ. પ્રભુ0 ૧૦ તુમ વયણા અમૃત સરીખા, શ્રવણે સુણે નિત્યમેવ; સંદેહ પુછી મન તણો, નિર્ણય કરે નિત્યમેવ. પ્રભુ૦ ૧૧ શે ગુન્હ અમને અવગુણી, પ્રભુજી વસ્યા અતિ દૂર; શી ભક્તિ એવી તેહની, જે કર્યો આપ હજુર. પ્રભુ) ૧૨ ૧૨૮૭= ૨૮૭
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy