________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
તું માતા તુંહી જ પિતા રે, ભ્રાતા તું જગબંધ; મહેર કરો મુજ ઉપરે રે, કરો કરુણા રસ શુદ્ધ. શિર૦ ૫ શ્રી શ્રીવિજય જિણંદનો રે, શિષ્ય વિજય ગુણ ગાય; આજ પછી પ્રભુ તુમ વિના, અવર શું નમવા નીમ. શિર૦ ૬
(૧૫) શ્રી અનંતવીર્ય જિન સ્તવન
(રાગ-વિહરમાન ભગવાન)
અનંતવીરજી અરિહંત સુણો મુજ વિનતિ, અવસર પામી આજ કહું હું દિલ છતી; આતમ સત્તા હારી સંસારે હું ભમ્યો, મિથ્યા અવિરતિ રંગ કષાયે બહુ દમ્યો. ૧. ક્રોધ દાવાનલ દગ્ધ મન વિષધર ડસ્યો, માયા જાલે બધ્ધ લોભ અજગર ગ્રસ્યો; મના વચ કાયાના જોગ ચપલ હુઆ પરવશા, પુદ્ગલ પરિચય પાપ તણી અહિંનશી દશા. ૨. કામ રાગે અણ નાથ્યો સાંઢ પરે ધસ્યો, સ્નેહરાગની રાચે ભવપિંજર વસ્યો; દૃષ્ટિરાગ રૂચિ કાચ પાચ સકિત ગણું, આગમ રીતે નાથ ન નિરખું નિજપણું. ૩. ધર્મ દેખાડું માંડ ભાંડ પરે અતિ લવું, અચિરે અચિરે રામ શુક્ર પેરે જપું; કપટ પટુ નટુઆ પરે મુનિમુદ્રા ધરૂં, પંચ વિષય સુખ પોષ સદોષ વૃતિ ભ. ૪. એક દિનમાં નવવાર કરેમિ ભંતે કરૂં, ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણે ક્ષણ એક નિહ ઠૐ; મા સારસ ખગ નીતિની રીતિ ઘણી કહું, ઉત્તમ કુલવટ વાટ ન તે પણ નિરવહું. ૫. દીન દયાલ કૃપાલ પ્રભુ મહારાજ છો, જાણ આગળ શું કહેવું ગરીબ નિવાજ છો; પૂરવ ધાતકી ખંડ નલિની વિજયાવતી, નયરી અયોધ્યા નાયક લાયક તિ પતિ. ૬. મેઘ મહીપ મંગલાવતી સુત વિજયાપતી, આનંદધન ગજ લંછન જગ જન તારતી; ક્ષમાવિજય જિનરાય અપાય નિવારો, વિહરમાન ભગવાન સુનજરે તારજો. ૭.
૨૮૬