SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ --- -- ૬ (૧૧) શ્રી સીમંધરસ્વામીનું સ્તવન 5 (રાગ-સુમતિનાથ ગુણશું મીલીજી) શ્રી સીમંધર જગધણીજી, રાય શ્રેયાંસકુમાર; માતા સત્યકી નંદનોજી, રૂક્ષ્મણીનો ભરથાર. ૧ સુખકારક સ્વામી, સુણો મુજ મનની વાત; જપતાં નામ તુમારડુંજી, વિકસે સાતે ધાત. સુખ૦ ૨ સ્વજન કુટુંબ છે કારમુંજી, કારમો સહુ સંસાર; ભવોદધિ પડતાં માહરેજી, તુ તારક નિરધાર. સુખ૦ ૩ ધન્ય તિહાંના લોકનેજી, જે સેવે તુજ પાય; પ્રહ ઉઠીને વંદવાજી, મુજ મનડું નિત્ય ધાય. સુખ૦ ૪ કાગળ કંઈ પહોચે નહિજી, કિમ કહું મુજ અદાવત, એક વાર આવો અહીં, કરૂં દિલની સવિ વાત. સુખ૦ ૫ મનડામાં ક્ષણ ક્ષણ રમેજી, તુમ દરિશનના કોડ; વાચક જશ કહે વિનતિજી, અહોનિશ બે કરજોડ. સુખ૦ ૬ ક (૧૨) શ્રી સીમંધરસ્વામીનું સ્તવન , કોઈ કહે સીમંધરસ્વામી આવીયાં રે, આવીને કર્યો રે જુહાર; મુજ આંગણ આંબો ફલ્યો, કોઈ ઘાલે રે બાવળ શું બાથ. સલુણા દેવ સ્વામી સીમંધર દેવ, કોઈ મલે રે બલીહારીનો સંઘ; સલુણા દેવ સ્વામી સીમંધર દેવ૦ ૧. સાગર સાયર જલ ભર્યો રે, વચ્ચે મેરૂ પર્વત રૂખ, દ્વીપ સમુદ્ર આડા ઘણાં, મુજ આવણ જાવણ ઘણું દૂર સલુણાવે સાગર શાહી જો કરૂં; લેખન કરું વનરાઈ; આપ કાગળ જો લખું તમારા ગુણ રે, વરણવ્યા નહિ જાય. સલુણાવે કોઈ કહે સીમંધર સ્વામી આવ્યા રે, આવીને કર્યો રે જુગ વાસ; તેહની જીભડી જડાવું સોના તણી, તેના દૂધડે પખાલીશ પાય. સલુણાવ સ્વામી સ્વપને જો મલો રે, તો કરું મનડાની વાત; તુમ સરીખા સાહીબા જો મીલે, મુજ જાય રે વેદન કેરી વાત. ૨૮૩
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy