________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા લખું, જે જે લેખમાં મહા) લાખો ગમે અભિલાષ જઈ, તે લહેજામાં તમે કહો મહા સમય પુરે છે સાખ. જઈ૦ ૭. લોકાલોક સ્વરૂપના મહા૦ જગમાં તમે છો જાણ. જઈ૦ જાણ આગે શું જણાવીયે મહા આખર અમે અજાણ. જઈ૦ ૮. વાચક ઉદયની વિનતિ, મહા) શશહર કહ્યા સંદેશ જઈo માની લેજો માહરી મહાઇ વસતાં દૂર વિદેશ જઈ૦ ૯.
gi (૧૦) શ્રી યુગમંધર જિન સ્તવન BE - શ્રી યુગમંધરને કહેજો કે દધિસુત વિનતડી સુણજો રે. શ્રી યુગ એ આંકણી. કાયા પામી અતિ મૂડી, પાંખ નહીં આવું ઉડી; લબ્ધ નહીં કોઈ રૂડી રે. શ્રી યુગ) ૧. તુમ સેવામાંહિ સુર કોડી, ઈહાં આવે જો એક દોડી આશ ફળે પાતક મોડી રે. શ્રી યુગ) ૨. દુઃષમ-સમયે ઈણે ભરતે, અતિશય નાણી નવિ વરતે, કહીએ કહો કોણ સાંભળતે રે ? શ્રી યુગ) ૩. શ્રવણાં સુખિયાં તુમ નામે, નયણાં દરિસણ નવિ પામે; એ તો ઝગડાને ઠામે રે. શ્રી યુગ) ૪. ચાર આંગળ અંતર રહેવું, શોકલડીની પરે દુઃખ રહેવું, પ્રભુ વિના કોણ આગળ કહેવું રે ? શ્રી યુ૦ ૫. મોટા મેળ કરી આપે, બેહુનો તોલ કરી થાપે; સજ્જન જશ જગમાં વ્યાપે રે. શ્રી યુ૦ ૬. બેહુનો એક મતો થાવે, કેવલ નાણ જુગલ પાવે; તો સવિ વાત બની આવે રે શ્રી યુગ૦ ૭. ગજ લંછન ગજપતિ ગામી, વિચરે વપ્રવિજય સ્વામી; નયરી વિજયા ગુણ ધામી રે. શ્રી યુગ) ૮. માતા સુતારાએ જાયો, સુદઢ નરપતિ કુળ આયો; પંડિત જિનવિજયે ગાયો રે. શ્રી યુગ૦ ૯.
૧. ચંદ્રમા. ૨. આંખ અને કાનને ચાર આંગળનું છેટું છે. તેથી કાન યુગમખ્વરસ્વામીનું નામ સાંભળે છે; પણ પ્રભુ દૂર હોવાથી આંખ દેખી શકતી નથી, તેથી આંખને શોક્યની પેઠે દુઃખ થાય છે.
૨૮૨