________________
સ્તવન વિભાગ
આડા પાળ પરવત ને ડુંગરા, જેથી નજર નાખી નવ જાય, દર્શન કેમ થાય, કાગળ લખું કોડથી. ૧૧.
સ્વામી કાગળ પણ પહોચે નહિ, નવી પહોચે સંદેશો કે શાંહી, અમે રહ્યા આંહી, કાગળ લખું કોડથી. ૧૨.
દેવે પાંખ આપી હોત પડમેં, ઉડી આવું દેશાવર દૂર, તો પહોચું હાર, કાગળ લખું કોડથી. ૧૩.
સ્વામી કેવળજ્ઞાને કરી દેખજો, મારા આતમના છો આધાર, ઉતારો ભવ પાર, કાગળ લખું કોડથી. ૧૪.
ઓછું અધિકું ને વિપરિત જે લખ્યું, માફ કરજો જરૂર જિનરાય, લાગું તુમ પાય, કાગળ લખું કોડથી. ૧૫.
સંવત ઓગણીસો ત્રેપન (૧૯૫૩) સાલમાં હરખે હરખવિજય ગુણ ગાય, પ્રેમે પ્રણમું પાય, કાગળ લખું કોડથી. ૧૬.
E (૯) શ્રી સીમંધર જિન સ્તવન HE
મનડું તે મહારૂં મોકલે મહારા વહાલાજી રે, શશહર સાથે સંદેશ, જઉને કહેજો મહારા વહાલાજી રે, ભરતના ભકતને તારવા મહા૦ એકવાર આવોને આ દેશ જઈ૦ ૧. પ્રભુજી વસો પુષ્કલાવતી મહા) મહાવિદેહ ક્ષેત્ર મઝાર જઈo પુરી રાજે પુંડરિગિણી મહાવ જિહાં પ્રભુનો અવતાર જઉ૦ ૨. શ્રી સીમંધર સાહેબ મહા૦ વિચરતા વીતરાગ જઈ પડી બોહે બહુ પ્રાણીને મહા) તેહનો પામે કુણ તાગ જઈ૦ ૩. મન જાણે ઉડી મળું મહાતુ પણ પોતે નહીં પાંખ જઈ0 ભગવંત તુમ જોવા ભણી, માહ) અલજો ધરે છે બેહુ આંખ જઈ૦ ૪. દુર્ગમ મોટા ડુંગરા મહા નદી નાળાનો નહીં પાર જઈ૦ ઘાંટીની આંટી ઘણી મહા૦ અટવી પંથ અપાર જઈ૦ ૫. કોડી સોનૈયે કાશીદું મહાઇ કરનારો નહીં કોઈ જઈકાગલીયો કેમ મોકલું મહા) હોંશ તો નિત્ય નવલી હોય જઈ૦ ૬.
૮૧