________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જગતારક પ્રભુ વાંદીયા રે, મહાવિદેહ મઝાર; વસ્તુ ધરમ સ્વાાદતારે સુણી કરીયે નિરધાર રે. ચં૦ ૯ તુજ કરૂણા સહુ ઉપરે રે, સરખી છે મહારાય; પણ અવિરાધક જીવને રે, કારણ સફલો થાય રે. ચં૦ ૧૦ એહવા પણ વિ જીવને રે, દેવ ભતિ આધાર; પ્રભુ સ્મરણથી પામીયે રે, દેવચંદ્ર પદ સાર રે. ચં૦ ૧૧ TM (૮) શ્રી સીમંધરસ્વામીનું સ્તવન (પત્ર રૂપે)
સ્વસ્તિ શ્રી મહાવિદેહ ખેત્રમાં, જીહાં રાજે તીર્થંકર વીશ, તેને નમું શીશ, કાગળ લખું કોડથી. ૧.
સ્વામી જધન્ય તીર્થંકર વીશ છે, ઉત્કૃષ્ટા એકસો સીત્તેર, તેમાં નહિ ફેર, કાગળ લખું કોડથી. ૨.
સ્વામી બાર ગુણે કરી યુકત છો, અંગે લક્ષણ એક હજાર ઉપર આઠ સાર, કાગળ લખું કોડથી. ૩.
સ્વામી ચોત્રીસ અતિશયે શોભતાં, વાણી પાંત્રીશ વચન રસાળ, ગુણો તણી માળ, કાગળ લખું કોડથી. ૪.
સ્વામી ગંધહસ્તી સમ ગાજતા, ત્રણ લોકતણાં પ્રતિપાળ, છો દીનદયાળ, કાગળ લખું કોડથી. ૫.
સ્વામી કાયા સુકોમળ શોભતી, શોભે સુંદર સોવન વાન કરૂં પ્રણામ, કાગળ લખું કોડથી. ૬.
સ્વામી ગુણ અનંત છે આપના, એક જીભે કહ્યા કેમ જાય, લખ્યા ન લખાય, કાગળ લખું કોડથી. ૭.
ભરતક્ષેત્રથી લિખિતંગ જાણજો, આપ દર્શન ઈચ્છિત દાસ, રાખું તુમ આશ, કાગળ લખું કોડથી. ૮.
મેં તો પૂર્વે પાપ કીધાં ઘણા, જેથી પાપ દિરસણ રહ્યાં દૂર, ન પહોચું હજુર, કાગળ લખું કોડથી. ૯.
મારા મનમાં સંદેહ અતિ ઘણાં, જવાબ વિના કહ્યાં કેમ જાય, અંતર અકળાય કાગળ લખું કોડથી. ૧૦.
૨૮૦