SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સલુણા મુજ હૈયું હેજેભર્યું રે, શ્વાસ ભર્યો ઉજમાલ, ગુણસુંદર વાચક એમ કહે; મુજ મલ્યો રે સીમંધર દેવ. સલુણા) = (૧૩) શ્રી સીમંધરસ્વામી સ્તવન H. | (સાહિત અજિત નિણંદ જુહારીયે-એ દેશી) સાહેબ શ્રી સીમંધર સાહિબા, સાહિબ તુમ પ્રભુ દેવાધિદેવ; સનમુખ જુઓને મારા સાહિબા, સાહિબ મન શુદ્ધ કરૂં તુમ સેવ. - એક વાર મળોને મારા સાહિબા૦ ૧. સાહેબ સુખ દુઃખ વાતો મહારે અતિ ઘણી, સાહેબ કોણ આગળ કહું નાથ! સાહેબ કેવળ જ્ઞાની પ્રભુ જો મળે, સાહેબ તો થાઉં હું સનાથ. એક વાર૦ ૨ સાહેબ ભરતક્ષેત્રમાં અવતર્યો, સાહેબ ઓછું એટલું પુણ્ય; સાહેબ જ્ઞાની વિરહ પડ્યો આકરો, સાહેબ જ્ઞાન રહ્યું અતિ ન્યૂન. એક વાર૦ ૩ સાહેબ દશ દષ્ટાંતે દોહીલો, સાહેબ ઉત્તમ કુલ સૌભાગ; સાહેબ પામ્યો પણ હારી ગયો, સાહેબ જેમ રને ઉડાડ્યો કાગ. એક વાર૦ ૪ સાહેબ ષ રસ ભોજન બહુ કર્યા, સાહેબ તૃપ્તિ ન પામ્યો લગાર; સાહેબ હું રે અનાદિની ભૂલમાં, સાહેબ રઝળ્યો ઘણો સંસાર. એક વાર૦ ૫ સાહેબ સ્વજન કુટુંબ મલ્યા ઘણાં, સાહેબ તેહને દુઃખે દુઃખી થાય; સાહેબ જીવ એક ને કર્મ જાજૂઆ, સાહેબ તેહથી દુર્ગતિ જાય. એક વાર૦ ૬ સાહેબ ધન મેળવવા હું ઘસમસ્યો, સાહેબ તૃષ્ણાનો નાવ્યો પાર; સાહેબ લોભે લટપટ બહુ કરી, સાહેબ ન જોયો પાપ વ્યપાર. એક વાર૦ ૭ ૨૮૪
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy