________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
રાયને વ્હાલાં ઘોડલા જી, વેપારીને વ્હાલા છે દામ; અમને વ્હાલા સીમંધરસ્વામી, જેમ સીતાને શ્રીરામ સીમ ૬ નહિ માગું પ્રભુ રાજઋદ્ધિજી, નહિ માગું ગરથ ભંડાર; હું માગું પ્રભુ એટલું જી, તુમ પાસે અવતાર. સીમંધર૦ ૭ સમયસુંદરની વિનતિ જી, માનજો વારંવાર; બે કર જોડી વિનવે જી, વિનતડી અવધાર. સીમંધર૦ ૮ ૬ (૬) શ્રી વજધર જિન સ્તવન -
(રાગ-નદી યમુના કે તીર) વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ, જગતારક જગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસક લોકાલોક, તિણે જાણો છતિ; તો પણ વીતક વાત, કહું તુજ પ્રતિ. ૧ હું સરૂપ નિજ છોડી, રમ્યો પર પુગલે; ઝીલ્યો ઉલટ આણી, વિષય તૃષ્ણા જલે; આશ્રવ બંધ વિભાવ, કરૂં રુચિ આપણી; ભુલ્યો મિથ્યાવાસ, દોષ દેઉં પરભણી. ૨ અવગુણ ઢાંકણ કાજ, કરૂં જિનમતક્રિયા ન તાં અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દ્રષ્ટિરાગનો પોષ, તેહ સમકિત ગણું સ્યાદ્વાદની રીત, ન દેખુ નિકપણું. ૩. મન તનુ ચપલ સ્વભાવ, વચન એકાંતતા; વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતાં; જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી; દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી. ૪ મહાવિદેહ મઝાર કે, તારક જિનવર; શ્રી વજધર અરિહંત, અનંત ગુણાકરૂ; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે; મહાવૈધ ગુણ યોગ, રોગ ભવ વારશે. ૫
- ૨૭૮