________________
સ્તવન વિભાગ
SF (૪) વિશ વિરહમાન તીર્થકરોનું સ્તવન 5.
સીમંધર, યુગમંધર, બાહુ, ચોથા સ્વામિ સુબાહુ; જંબૂદ્વીપ વિદેહે વિચરે, કેવળ કમળા નાહો રે, ભવિકા ! વિહરમાન જિન વંદો, આતમ પાપ નિકંદો રે, ભવિકા ! ૧. સુજાત, સ્વયંપ્રભ, ઋષભાનન, અનંતવીરય ચિત્ત ધરીયે; સુરપ્રભ સુવિશાળ, વજધર, ચદ્રાનન ધાતકીયે રે. ભવિકા૦ ૨. ચંદ્રબાહુ, ભુજંગ, ઈશ્વર, નેમિનાથ, વીરસેન; દેવજશા, ચંદ્રજશા, અજિતવીર્ય, પુષ્કરદ્વીપ પ્રસન્ન રે. ભ૦ ૩. આઠમી, નવમી, ચોવીશ, પચવીશમી, વિદેહવિજયે જયવંતા, દશલાખ કેવળી, સો ક્રોડ સાધુ પરિવારે ગહગહતારે. ભ૦ ૪. ચોરાશી લાખ પૂરવ જિનજીવિત, ચોત્રીશ અતિશય ધારી; સમવસરણ બેઠા પરમેશ્વર, પડિબોહે નરનારી રે. ભવિકા૦ ૫. ક્ષમાવિજય જિન કરુણાસાગર આપ તર્યા પર તારે, ધર્મનાયક શિવમારગદાયક, જન્મજરા દુઃખ વારેરે. ભવિકા૦ ૬.
5 (૫) શ્રી સીમંધર જિન સ્તવન vi ધન્ય ધન્ય ક્ષેત્ર મહાવિદેહજી, ધન્ય પુંડરિગિણી ગામ, ધન્ય તિહાંના માનવીજી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ; જયવંતા જિનવર ! કહીયે રે હું તમને વાંદીશ. સીમંધર૦ ૧ ચાંદલીઆ સંદેશડો જી, કહેજો સીમંધર સ્વામ; ભરતક્ષેત્રના માનવી જી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ. સીમંધર૦ ૨ સમવસરણ દેવે રચ્યું ત્યાં, ચોસઠ ઇંદ્ર નરેશ; સોના તણે સિંહાસન બેઠા, ચામર છત્ર ઘરેશ. સીમંધર૦ ૩ ઈંદ્રાણી કાઢે ગણુંલી જી, મોતીના ચોક પૂરેશ; લળી લળી લીએ લૂંછણા જી, જિનવર દીયે ઉપદેશ. સીમંધર૦ ૪ - એક સમેં મેં સાંભળ્યું છે, હવે કરવા પખાણ; પોથી ઠવણી તિહાં કને જી, અમૃતવાણી વિશાળ. સીમંધર૦ ૫
૨૭૭