SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા HE (૨) શ્રી સીમંધર જિન સ્તવન 5 સુણો ચંદાજી! સીમંધર પરમાતમ પાસે જાજો. મુજ વિનતડી પ્રેમ ધરીને, એણી પેરે તુમે સંભળાવજો. એ આંકણી. જે ત્રણ ભુવનનો નાયક છે, જસ ચોસઠ ઈદ્ર પાયક છે. નાણ દરિસણ જેહને લાયક છે. સુણો૦ ૧. જેની કંચનવરણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે; પુંડરિગિણી નગરીનો રાયા છે. સુણો, ૨. બાર પર્ષદામાંહી બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે. સુણો૦ ૩. ભવિજનને જે પડિબોલે છે, તેમ અધિક શીતલ ગુણ સોહે છે; રૂ૫ દેખી ભવિજન મોહે છે. સુણો. ૪. તુમ સેવા કરવા રસિયો છું, પણ ભારતમાં દૂરે વસીયો છું; મહામોહરાય કર ફસિયો છું. સુણો, ૫. પણ સાહિબ ચિત્તમાં ધરીયો છે, તેમ આણાખજ્ઞ કર ગ્રહીયો છે; તો કંઈક મુજથી ડરીયો છે. સુણો૦ ૬. જિન ઉત્તમ પૂંઠ હવે પૂરો, કહે પહ્મવિજય થાઉં શૂરો, તો વાધે મુજ મન અતિ નૂરો. સુણો૦ ૭. ક (૩) શ્રી સીમંધર જિન સ્તવન ક તારી મૂરતિએ મન મોહ્યું રે, મનના મોહનીયા! તારી સૂરતિએ જગ સોહ્યું રે, જગના જીવનીયા ! તુમ જોતાં સવિ દુરમતિ વિસરી, દિનરાતડી નવી જાણી; પ્રભુગુણ ગણ સાંકળશું બાંધ્યું, ચંચલ ચિત્તડું તાણી રે. મનના૦ ૧. પહેલાં તો એક કેવલ હરખે, હજાળુ થઈ હળિયો; ગુણ જાણીને રૂપે મિલિઓ, અત્યંતર જઈ ભળિઓ રે. મનના) ૨. વીતરાગ ઈમ જસ નિસુણીને, રાગી રાગ કરેહ; આપ અરૂપી રાગ નિમિત્તે દાસ અરૂપ ધરેહ રે. મ0 ૩. શ્રી સીમંધર તું જગબંધુ, સુંદર તાહરી વાણી; મંદર ભૂધર અધિક ધીરજ ધર, વંદે તે ધન્ય પ્રાણી રે. મ૦ ૪. શ્રી શ્રેયાંસ નવેસર નંદન, ચંદન શીતલ વાણી; સત્ય% માતા વૃષભ લંછન પ્રભુ, જ્ઞાન વિમલ ગુણખાણી રે. મ૦ ૫.
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy