________________
સ્તવન વિભાગ
5 (૭) શ્રી સામન્ય જિન સ્તવન 5
(રાગ-મારી વિનતી તું સ્વીકારજે) (રાગ-મીઠા શું ટહુંકા ત્યાં બોલે પંખી ગીતડાં ત્યાં ગાવે) જિનરાજે રે જિનરાજે રે, ત્રિભુવન ઠકુરાઈ છાજે રે; વર દુંદુભિ ગુહરા વાજે રે, તસ નાદે અંબર ગાજે રે.
જિન) ૧ તિહાં જાતિ વૈર સવિ ભાંજે રે, પરમતમદની લાજે રે; પ્રભુ ત્રિગડે બેઠા સોહે રે, ભવિજનના મનડાં મોહે રે.
જિન) ૨ જિન તોરા નયનની બલિહારી રે, તોરે મુખડેચંદ ઓવારીરે; જિન તોરી સરસ સુધારસ વાણી રે, મુજ લાગે અમીય સમાણી રે.
જિન૦ ૩ દુઃખ તીલ પલણ તે ઘાણી રે, જે ભવિકે મનમાં આણી રે; એ તો સમકિતની સહિયાણી રે, આગમ પાઠે બંધાણી રે.
જિન૦ ૪ ભામંડલ ભાઉ સવાઈ રે, પ્રભુ પુંઠે રહ્યું લયલાઈ રે; સુરકૃત સુમવૃષ્ટિ ઉવાઈ રે, પ્રાતિહારજ શોભા બનાઈ રે.
જિન૦ ૫ મુજ નેક નજર શું નિહાલો રે, તારકનું બિરૂદ સાંભળો રે; શરણાગતને પ્રતિપાલો રે, મિથ્યામત વાસના ટાલો રે.
જિન૦ ૬ સમકિત સુખલડી દીજે રે, એ તો કોડી પસાય કરીએ રે; જિન સહજ શકિત મુજ દીપે રે, તો આપ બલે અરિ જિપેરે.
જિન) ૭ મારા કરમ ભરમ સવિ જાયે રે, તુમ નામ તણે સુપસાય રે; જો જ્ઞાનવિમલ ગુણ વાધે રે, આતમ પરમાતમ સાધે રે.
જિન, ૮
૨૭૩