________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા F (૫) સામાન્ય જિન સ્તવન |
આજ મારા પ્રભુજી સામું જુઓ, સેવક કહીને બોલાવે રે; એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાં બાળ મનાવો. મારા સાંઈ રે. આજ0 ૧. પતિતપાવન શરણાગત વત્સલ, એ જશ જગમાં ચાવો રે, મનરે મનાવ્યા વિણ નહીં મૂકું, એવી જ મારો દાવો. આજ૦ ૨. કબજે આવ્યા તે નહીં મૂકું, જિહાં લગે તુમ સમ થાવો રે; જો તુમ ધ્યાન વિના શિવ લહીએ, તો તે દાવ બતાવો રે. આજ૦ ૩. મહાગોપ ને મહાનિર્ધામક, ઈણ પરે બિરૂદ ધરાવો રે; તો શું આશ્રિતને ઉદ્ધરતા, બહુ બહુ શું કહાવો રે. આજ0 ૪. જ્ઞાનવિમળ ગુરુનો નિધિ મહિમા, મંગળ એહી વધાવો રે; અચળ અભેદપણે અવલંબી, અહોનિશ એહી દિલ ધ્યાવો રે. આજ૦ ૫..
E (૬) સામાન્ય જિન સ્તવન
(આશાવરી) જિનંદા વે દિન ક્યું ન સંભારે. સાહિબ તુમ હમ સમય અનંતો ઈકટ્ટા ઈણે સંસારે. જિગંદા આપ અજર અમર થઈ બેઠે, સેવક કરીએ કિનારે, મોટા જેહ કરે તે છાજે, તિહાં કુણ તમને વારે. જિનંદા૦ ત્રિભુવન ઠકુરાઈ અબ પાઈ, કહો તુમ હો કુણ સારે; આપ ઉદાસ ભાવ આયે, દાસકું કર્યું ન સુધારે, જિનંદા૦ તુંહી તુંહી તુંહી તુંહી, તુંહી જે ચિત્ત ધારે, યાહી હેતુ જે આપ સ્વભાવે; ભવજલ પાર ઉતારે. જિનંદા, જ્ઞાનવિમલ ગુણ પરમાનંદે; સકલ સમિહિત સારે; બાહ્ય અભ્યતર ઈતિ ઉપદ્રવ, અરિયણ દૂર નિવારે. જિગંદા૦
૨૭૨