________________
સ્તવન વિભાગ
૬ (૨) શ્રી ગૌતમસ્વામીનો વિલાપ ક
(રાગલવીંગ કેરી લાકડી રેનત્રિશલામાતા પારણું ઝુલાવે) મહાવીરસ્વામી મોક્ષે પધાર્યા, ગૌતમ બોલે રે. ગુરુની વાતે વાત સાંભરી હૈયું ખોલે રે. વીર ! વીર ! તે આ શું કીધું, શું વીરતાનું પગલું લીધું
ટળવળતો તરછોડ્યો મુજને, ભૂમિને ખોળે રે. ૧ હે ભગવંત! એ શબ્દો દ્વારા, કેને સંબોધીશ પ્રભુ પ્યારા;
ગૌતમ ગૌતમ, મીઠી વાણી, હવે કોણ બોલે રે. ૨ મારા શંકા કોણ નિવારે, અવળા ચમા કોણ ઉતારે;
નાથ વિના જગને આનંદમાં, કોણ હીંચોળે રે. ૩ મધુરી વાણીથી લોભાવ્યો, શંકા ટાળી શિષ્ય બનાવ્યો;
તો હવે એકલો મૂકી જતાં, લોક શું બોલે રે. ૪ ભય લાગ્યો રખે છેડો પકડું, કાંતો માગીશ શિવ રમકડું;
એકલા મોક્ષમાં જઈને બેઠાં, મૌન અબોલે રે. ૫ હે વીર ! વીર વીર વીતરાગી, હા હવે સમજ્યો તમે વિરાગી;
પણ એક પખીયો રાગ જ મારા મનને ડોળે રે. દ વીતરાગ છો સાચા સ્વામી, એ હવે સમજ્યો અનુભવ પામી;
મોહ વશે મેં અવળું ધાર્યું, રાગને જોળે રે. ૭ એમ વીતરાગ સ્વરૂપ પીછાની, કેવળજ્ઞાની ગૌતમસ્વામી;
અન્યત્વ ભાવના ચરિત્ર દર્શન, જય જય બોલે રે. ૮
E (૩) શ્રી ગૌતમ નિર્વેદ સ્તવન ક
(રાગ ત્રિશલા માતા પારણું ઝુલાવે) વીર નિસનેહી હું સસનેહી, મોકલ્યો મને ગામ રે; વિશ્વાસો વીરે છેતરીયો, પહોંચ્યા અક્ષય ધામ રે. વિર૦ ૧ હૈ હૈ વીર કર્યું અણઘટતું, ગોયમ પભણે નાથ રે; અંત સમે મુજને છેહ દીધો, શું હું આવત સાથ રે. વિર૦ ૨