________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નીકા ગોયમ ગોયમ કોણ હવે કરશે? પ્રતિ ઉત્તર કોણ દેશે રે? સંઘસહાય વીર વિણ કોણ કરશે? કોણ સંશય હવે હરશે રે. ૩ અસ્ત થયો જિન ભાનુ આજે, મિથ્યા તિમિર છવાશે રે, કુમતિકૌશિક જાગૃત થશે, ચોરચુગલ વધી જાશે રે. વી૨૦ ૪ ચૌદ સહસ મુનિવર પ્રભુ તારે, મારે તું એક વીર રે; રડવડતો મૂકી અહિ ચાલ્યા, સાંકડું થયું શિવ છેક રે વીર૦ ૫ આજ લગે સ્વપનાંતર અંતર, મોપે તુજ સાથ ન રાખ્યો રે; મોહન મુજ મન ચોરી લીધું, તુજ મન નેહ ન દાખ્યો રે. વીર દ પુણ્ય પ્રભુ કોણ હવે કરશે, તુજ વિણ જગદાધાર રે, ત્રિગડે બેસી વીર વ્હાલા, ઘો દરિસણ એકવાર રે. વીર૦ ૭ પણ હું અજ્ઞ એ વાટે ચાલ્યા, ન મળે ફરી નિરધાર રે, હું રાગી મહાવીર નિરોગી, સાધ્યો સ્વાર્થ શ્રીકાર રે. વર૦ ૮ હું વીર વીર કહું વીર ન બોલાવે, સ્વારથીઓ સંસાર રે; નિષ્ફર હૈડાં નેહ ન કીજે, નેહથી ભવજંજાળ રે. વીર૦ ૯ હું કોણ વીર કોણ નહિ કોઈ કોઈનું, રાગે ભવદુઃખખાણ રે; સહજકલાનિધિ ગોયમને તવ, પ્રગટ્ય કેવલજ્ઞાન રે. વીર૦ ૧૦ આશ્ચિન માસ અમાસની રાતે, ભાવદીપક થયો અસ્તરે દ્રવ્યદિવાળી દેવે કીધી, પ્રગટી લોક સમસ્ત રે. વર૦ ૧૧
(૪) શ્રી ગૌતમસ્વામીનું સ્તવન gi વીર વહેલા આવો રે, ગૌતમ કહી બોલાવો રે. દરિસણ વહેલા દીજીયે હોજી, પ્રભુ તું નિઃસ્નેહી હું સસ્નેહી અજાણ, વીર૦ એ આંકણી.
--
---
----
-
-
-
---
સાખી
ગૌતમ ભણે ભો નાથ તે, વિશ્વાસ આપી છેતર્યો પરગામ મુજને મોકલી, તું મુકિતરમણીને વર્યો. પ્રભુજી તારા ગુપ્ત ભેદોથી અજાણ. વીર૦ ૧
૨ ૬ ૬