________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પ્રભુ ગુણ ગણ ગંગાજલ નાહ્યા, પાવન તેહની કાયા રે; પંડિત ક્ષમાવિજય સુપસાયા, સેવક જિન સુખદાયા રે. વંદો ૭
૬ (૧) શ્રી ગૌતમસ્વામીનો વિલાપ (રાગ-પંથીડા સંદેશો કહેજો મારા નાથને)
તારા વિના વીર કોની સાથે બોલશું, જંગલ વન લાગે છે આ સંસાર જો; વિધ વિધ શાસ્ત્રતણો આલાપ કરૂં કિહાં, ભોજન પણ વિ ભાવે તુમ વિણ નાથ જો. તારા વિના૦ ૧
કાર્ય સકળ કરવા તુજ અનુમિત માગતો, એહવી હે વીર ! કોણથી પ્રાપ્ય જ થાય જો,
પ્રેમ પ્રકર્ષે હર્ષ હતો મુજ આંતર; નિરાશ્રિત કરી આપ ચાલ્યા શિવસ્થાન જો. તારા વિના૦ ૨
અમૃત અંજન સમ પ્રભુ દર્શન તાહરૂં, કરવા અતિ અમ્બ અંતર ઈચ્છા થાય જો; સ્વામી નીરાગી છતાં હું તમને વિનવું, શિષ્ય ગણી લો સાથે દીનદયાળ જો. તારા વિના૦
રાગદશા એ બંધન આ સંસારનું, એહવી તારી વાણીનો પ્રતાપ જો;
આજ ખરેખર અંતરથી મેં અનુભવી,
બાહ્ય દ્દષ્ટિથી સ્વામી શિષ્ય ગણાય જો. તારા વિના૦ ૪
કેના વીર ને કેના સ્વામી જાણવા, શ્રીયુત ગૌતમ એ ભાવે તપ જો; નિજ સ્વરૂપી કેવળકમળા વરી થયા, ભવી પ્રગટાવો એ ભાવે નિજ રૂપ જો.
તારા વિના વીર કોની સાથે બોલશું. ૫
૨૬૪