SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ (૨૮) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન - મહાવીર તુમારે શરણે આવ્યો, રાખો મારી લાજ; મુજ દીન દુઃખીયો જાણી વાલા, સારો મારા કાજ, પ્રભુ ત્રિશલા નંદન સ્વામી, તુજ કીર્તિ જગમાં જામી; તમે જ્ઞાન દિવાકર પામી, પામી થયા શિવધામી વા૦ મ૦ ૧. તુજ દરિસણથી હું આજ, પામ્યો છું ઘર્મ જહાજ; મને તારોને શિરતાજ, પ્રભુ તું છે ગરીબ નિવાજ. વાવ મ૦ ૨. પ્રભુ અલવેશ્વર અવિનાશી, સ્વરૂપ રમણ સુવિલાશી; મને આપો સદ્ગણ રાશી, આપી કરો સુવિલાશી વા૦ મ૦ ૩. નાથ નિરંજન પ્યારા, પ્રભુ દુઃખ હરોને મારા; શિવસુખના દેનારા, ખોલો શિવપુરના બારા. વા૦ મ૦ ૪. કરૂણા નજરથી તારો, જાણી લેવક તુમારો, મને કર્મના ભયથી વારો, આ દાસને દિલ ધારો. વા૦ મ૦ ૫. પ્રભુ અજર અમર જંગ સ્વામી, હું પાય પડું શિરનામી; નીતિથી ઉદય પામી, તુમ સેવાનો છું કામી. વા૦ મ૦ ૬. | SE (૨૯) શ્રી વીરપ્રભુનું સ્તવન • વંદો વીર જિનેશ્વર રાયા, ત્રિશલા દેવી જાયા રે; હરિ લંછન કંચન વન કાયા, અમરવધૂ ફુલરાયા રે. વંદો૧ બાલપણે સુરગિરિ ડોલાયા, અહિ વૈતાલ હરાયા રે; ઈદ્ર કહણ વ્યાકરણ નિપાયાં, પંડિત વિસ્મય પાયા રે. વંદો૦ ૨ ત્રીસ વરસ ઘરવાસ વસાયા, સંયમ થ્રુ લય લાયા રે; બાર વરસ તપ કર્મ , ખપાયા, કેવલનાણ ઉપાયા રે. વંદો૦ ૩ ક્ષાયિક શ્રેણી અનંતી પાયા, અતિશય અધિક સુહાયા રે, ચાર રૂપ કરી ધર્મ બતાયા, ચઉવિહ સુર ગુણ ગાયા રે. વંદો૦ ૪ તીન ભુવન મેં આણ મનાયા, દશ દોય છત્ર ઘરાયા રે; રૂપ કનક મણિ ગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયા રે. વંદો) ૫ રયણ સિંહાસન બેસણ ડાયા, દુંદુભિનાદ બજાયા રે, દાનવ માનવ વાસવ આયા, ભકતે શીશ નમાયા રે. વંદો) ૬ ૨ ૬૩ -
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy