SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પાંચમે આરે જેહનું શાસન, દોય હજાર ને ચારજી; યુગપ્રધાન સૂરીશ્વર વહસે, સુવિહિત મુનિ આધારજી. વી. ૨ ઉત્તમ આચરજ મુનિ અજ્જા; શ્રાવક શ્રાવિકા અચ્છજી; લવણ જલધિ માંહે મીઠું જલ, પીવે શૃંગી મચ્છજી. વી. ૩ દશ અચ્છેરે દુષિત ભરતે, બહુમત ભેદ કરાલજી; જિન કેવલી પૂર્વધર વિરહે, ફણીસમ પંચમકાલજી. વીવે ૪ તેહનું ઝેર નિવારણ મણીસમ, તુજ આગમ તુજ બિંબજી; નિશિ દિપક પ્રવહણ જિમ દરિયે, મરૂમાં સુરતરૂ લેબજી વી. ૫ જૈનાગમ વકતા ને શ્રોતા, સ્યાદ્વાદ સુચિ બોધજી; કલીકાલે પણ પ્રભુ તુજ શાસન, વરતે છે અવિરોધજી. વીવે ૬ મારે તો સુસમાથી દુષમા, અવસર પામ્યો નિધાનજી; ક્ષમાવિજય જિન વીર સદાગમ, પામ્યો સિદ્ધિ નિદાનજી. વી. ૭ i (૨૭) મહાવીરસ્વામીનું સ્તવન . વંદો વીર જિસેસર રાયા, ત્રિશલા માતા જાયાજી; હરિ લંછન કંચનવન કાયા, મુજમન મંદિર આયોજી. વંદો) ૧ દુષમ સમયે શાસન જેહનું, શીતલ ચંદન છાયાજી; જે સેવંતા ભવિજન મધુકર, દિન દિન હોત સવાયાજી. વંદો૨ તે ધન્ય પ્રાણી સદ્ગતિ માણી, જસ મનમાં જિન આયાજી; વંદન પૂજન સેવન કીધી, તે કાં જનની જાયાજી. વંદો૦ ૩ કર્મ કટર ભેદન બલ વતર, વીર બીરૂદ જેણે પાયાજી; એકલ મલ્લ અતુલી બલ અરિહા, દુશમન દૂર ગમાયાજી. વંદો, ૪ વાંછિત પૂરણ સંકટ ચૂરણ, તું માત પિતા સહાયાજી; સિંહ પરે ચારિત્ર આરાધી, સુજશ નિશાન બનાયાજી. વંદો, ૫ ગુણ અનંત ભગવંત વિરાજે, વર્ધમાન જિન રાયાજી; ધીરવિમલ કવિ સેવકનય કહે, શુદ્ધ સમકિત ગુણદાયાજી. વંદો) ૬ ૨ ૬ ૨
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy