________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
વીર પ્રભુ સિદ્ધ થયા, સંઘ સકલ આધાર રે; હવે ઈણ ભરતમાં, કોણ કરશે ઉપગાર રે. વીર૦ ૨ નાથ વિણું સૈન્ય જ્યું રે, વીર વિહૂણો રે સંઘ; સાધે કોણ આધારથી રે, પરમાનંદ અભંગ રે. વી૨૦ ૩ માતવિભ્રૂણા બાલ જ્યં રે, અરહો પરહો અથડાય; વીર વિઠૂણા જીવડા રે, આકુલ વ્યાકુલ થાય રે. વી૨૦ ૪ સંશયછેદક વીરનો રે, વિરહ તે કેમ ખમાય; જે દીઠે સુખ ઉપજે રે, તે વિણ કેમ રહેવાય રે. વી૨૦ ૫ નિર્યામક ભવસમુદ્રનો રે, ભવ અટવી સવાહ; તે પરમેશ્વર વિણ મળે રે, કેમ વાધે ઉત્સાહ રે. વી૨૦ ૬ વીર થકાં પણ શ્રુત તણો રે, હતો પરમ આધાર; હવે ઈહાં શ્રુત આધાર છે રે, અહો જિનમુદ્રા સાર રે. વી૨૦ ૭ ત્રણ કાળે સવિ જીવને રે, આગમથી આણંદ; સેવો ધ્યાવો ભવિજના રે, જિનપડિમા સુખકંદ રે. વીર૦ ૮ ગણધર આચારજ મુનિરે, સહુને ઈણિપ૨ે સિદ્ધ; ભવભવ આગમ સંગથી રે, દેવચંદ્ર પદ લીધ રે. વી૨૦ ૯
૬ (૨૪) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન (રાગ-જિનજી મુજ પાપીને તાર)
કોડી ગમે ગુન્હા કર્યાજી, વિષય થયો લયલીન; તે બક્ષીસ હવે કરોજી, અરિહંત વીર અમીન. જિનેશ્વર શાસનનો શણગાર. ૧ ઓલંગીયા ઓલંભડેજી, મત આણો મન રીશ; જે પૂંઠે સરજયા સદાજી, જંપે ઈમ જગદીશ. જિનેશ્વર૦ ૨ લળી લળી લટકે પાયેપડુંજી, વળી વળી વિનવું એહ; સમકિત ચિત્ત નિમશું મલ્યોજી, મત મુકાવો તેહ. જિનેશ્વર૦ ૩ કહો કેણી પરે કીજીયેરે, વહાલો તું વીતરાગ; ભગતે કંઈ ન રંજીયેજી, લાલચનો શો લાગ. જિનેશ્વર૦ ૪
૨૬૦