________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા બહેની ચેડા મહારાયની, સતીય શિરોમણી ધન્ન રે; ધનધન ત્રિશલાદે માવડી, કુખે પુત્ર રતન રે. વરની ૩ સુરપતિ ચકી ને હળધરા, વાસુદેવ વડસાજ રે; જગમાં પદવી જોતાં થકાં, ઉત્તમ પદવી છે ખાસ રે. વીરની ૪ ચાર કોશના શહેરમાં, છાજે છત્રપતિ ભાણરે; રયણ સિંહાસન ઉપરે, હુકમ કરે પ્રણામ રે. વીરની ૫ હાંસા પાસા છે હાથમાં, રત્નજડિત ઝલકાર રે; નહિ પુકાર પ્રભુ આગલે, ચોસઠ ઈન્દ્ર છડીદાર રે. વીરની ૬ ત્રણભુવનનોરે પાદશાહ, પટ્ટધરજેહના અગિયારરે, અક્ષય ખજાનો છે જેહનો, દ્વાદ્રશું અંગી ધરનાર રે. વીરની) ૭ ચઉદ પૂર્વધર દીપતા, ત્રણસે ખાસ્સા પ્રધાન રે; ચાર હજારને ચારશે, દીપે ખાસ્સા દિવાન રે. વીરની ૮ વિપુલમતિ જેહની નિર્મલી, પાંચશે મોટા વજીર રે; સંખ્યા છે જેહની સાતશે, કેવલી પરમ સુધીર રે. વીરની૦ ૯ ચરણ કરણ ગુણ આગલા, બુદ્ધિ જ્ઞાન ભંડાર રે; મહેતા કામદાર દુતિયા, વંદું ચૌદ હજાર રે. વીરની ૧૦ એક લાખ ઉપર જાણીએ, ઓગણસાઠ હજાર રે; સમકિતતીખીતલવાર છે, શ્રાવકખાસા અસવાર રે. વીરની ૧૧ પાયદળ કોટાકોટી કહ્યાં, અણહુતા સુર કોડ રે; ચક્રી વાસુદેવ નરપતિ, સેવે બે કર જોડ રે. વીરની ૧૨ વર્ણવ્યો રૈલોકી બાદશાહ, વટપદ્ર નગર મોઝાર રે; દીપવિજય કવિરાયનો, સંઘને જયજયકાર રે. વીરની ૧૩
(૨૧) શ્રી મહાવીરસ્વામી સ્તવન 5 તેરો દર્શન મન ભાયો ચરમ જિન! તું પ્રભુ કરુણારસમય સ્વામી ગર્ભમેં સોગ મીટાયો, ત્રિશલામાતાકું આનંદ દીનો, જ્ઞાતનંદન જગગાયો. ચ૦ ૧
૨૫૮