________________
સ્તવન વિભાગ
gi (૧૮) શ્રી મહાવીર જિન સ્તવન fi, | (આજ સખી સંખેશ્વરો-રાગ) શ્રી મહાવીર મનોહરું, પ્રણમું શિર નામી; કંત જશોદા નારીનો, જિન શિવગતિ પામી. શ્રી ૦ ૧ ભગિની જાસ સુદંસણા, નંદીવર્ધન ભાઈ; હરિ લંછન હેરાલુ, સહુકોને સુખદાયી. શ્રી - ૨ સિદ્ધાર્થ ભૂપતિ તણો, સુત સુંદર સોહે; ત્રિશલાદેવીનો નંદન, ત્રિભુવન મન મોહે. શ્રી ૦ ૩ એક શત દશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે; પુચ પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલ્લાસે. શ્રી ૦ ૪ ઉત્તરાધ્યન છત્રીશ જે, કહે અર્થ ઉદાર; સોલ પહોર દીયે દેશના, કરે ભવિ ઉપકાર. શ્રી ૦ ૫ સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે રયણી; યોગનિરોધ કરે તિહાં, શિવ નીસરણી. શ્રી ૦ ૬ ઉત્તરાફાલ્ગની ચંદ્રમા, જોગે શુભ આવે; અજરામર પદ પામીયા, જય જય રવ થાવ. શ્રી ૦ ૭ ચોસઠ સુરવર આવીયા, જિન અંગ પખાલી; કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દીવાલી. શ્રી ૦ ૮ લાખ કોડી ફલ પામીયે, જિન ધ્યાને રહીયે; ધીરવિમળ કવિરાજનો જ્ઞાનવિમળ કહીયે;
શ્રી મહાવીર મનોહરૂં પ્રણમું શિર નામી. શ્રી ૦ ૯ F (૧૯) સમવસરણ-વર્ણનગર્ભિત-શ્રી વદ્ધમાન
જિન સ્તવન ક (વંદના વંદના વંદના રે, જિનરાજકું સદા મોરી વંદના એ-દેશી) એક વાર વચ્છ દેશ આવજો. નિણંદજી! એક વાર વચ્છ દેશ આવજો, જયંતીને પાયે નમાવજો જિણંદજી! એક વાર૦ વળી સમવસરણ દેખાવજો-નિણંદજી ! એક વાર૦ ૧.
૨૫૫