________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ચાર ગતિ માંહે રડવડીઓ, તોએ ન સિદ્ધાં કાજ; રિષભ કહે તારો સેવકને, બાંહે ગ્રહ્યાની લાજ.
હો જિનજી૦ અબ૦ ૧૧ 5 (૧૭) શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન 5 શ્રી સિદ્ધારથ નંદન દેવો, પ્રભુ સેવા કરૂં નિત્યમેવા; દેજો મુજ ભવ ભવ સેવા, જગતગુર વીર પરમ ઉપકારી. પ્રભુ કરુણાનિધિ દાતારી. જગત) એ આંકણી. ૧ સોલ પહોર પ્રભુ દેશના વરસે, સાંભળી ભવિ હૃદયમાં ધરશે; તોરાચરણ કલમ નિત્ય ફરસે, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૨ બ્રાહ્મણ દેવશર્મા જાણે, પ્રતિબોધવા મોકલીયા તે ટાણે; ગૌતમ ચાલ્યા ગુણખાણે, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૩ પ્રતિબોધીને પાછા વળીયા, મારગ માંહે શ્રવણે સાંભલિયા; પ્રભુ મોક્ષ મારગ સંચરિયા, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૪ તે સાંભલી દિલમાં વાત, ગૌતમને થાય વજઘાત; વિવેક ગુણ મણિ ખ્યાત, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૫ હવે કેહને હું કહીશ વીર, ગૌતમ ચિંતવે સાહસવીર; કર્મશત્રુના ત્રોડ્યા જંજીર, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૬ કાતી કૃણ હુઆ નિર્વાણ, પ્રભાતે ઇદ્રભૂતિ કેવલનાણ; જયો જયો ભણે ગુણખાણ, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૭ અઢાર દેશના રાજા મળીઆ, ભાવ દીપક મોલમાં ભળીયા; દ્રવ્ય દીપક ગુણમણિ ભરીયા, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૮ પ્રભુ વરીયા શિવ લટકાળી, ધર્યું ધ્યાન પદ્માસન વાળી; તિમાં પ્રગટી લોક દીવાળી, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૯ મુજ મંદિર સુરતરુ, ફળીયો, પરમાતમ ગૌતમ મળીયો; ગઈ ભાવઠ શુભ દિન વળીયો, જગતગુર વીર પરમ ઉપકારી. ૧૦ સંવત ઓગણીસ પચલોતરા વરશે, દિવાળી દિન મન હર્ષે પ્રભુ મોક્ષ વર્યા શુભ દિવસે, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૧૧
૨૫૪