________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પત્થર પણ કોઈ તીર્થ પ્રભાવે, જલમાં દીસે તરતા રે; તેમ અમે તરશું તુમ પાય વળગ્યા, કેમ રાખો છો અલગા રે.
મોરા૦ ૩ મુજ કરણી સામું મત જોજો, નામ સામું તમે જોજો રે; સાહિબ સેવકના દુઃખ હરજો, તુમને મંગલ હોજો રે.
મોરા૦ ૪ તરણ તારણ તુમે નામ ધરાવો, હું છું ખિજમતગારો રે; બીજા કોણ આગળ જઈ યાચું, મોટા નામ તમારા રે.
મોરા૦ ૫ એહ વિનંતિએ સાહિબ તૂઠા, વર્ધમાન જિનરાયા રે; આપ ખજાના માંહેથી આપો, સમકિતરત્ન સવાયા રે.
મોરા૦ ૬ શ્રી નયવિજય વિબુધ પાય સેવક, વાચક યશ એમ બોલે રે, શાસનનાયક શિવસુખદાયક, નહીં કોઈ વીરજીની તોલે રે.
મોરા) ૭
= (૧૨) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન જગપતિ તું તો દેવાધિદેવ, દાસનો દાસ છું તાહરી; જગપતિ તારક તું કીરતાર, મનનો મોહન પ્રભુ માહરો. ૧ જગપતિ તાહરે ભકત અનેક, માહરે એકજ તું ધણી; જગપતિ વીરમાં તું મહાવીર, મૂરતિ તાહરી સોહામણી. ૨ જગપતિ ત્રિશલારાણીનો હું નંદ, ગંધાર બંદરે ગાજીયો; જગપતિ સિદ્ધારથકુલશણગાર, રાજ રાજેશ્વર રાજીયો. ૩ જગપતિ ભકતોની ભાંગે તું ભીડ, પીડ પરાઈ પ્રભુ પારખે; જગપતિ તુહિ પ્રભુ અગમ અપાર, સમજ્યોનજાયે મુજ સારીખે. ૪ જગપતિ ખંભાતજબૂસર સંઘ, ભગવંત ચોવીસમો ભેટીયો; જગપતિ ઉદય નમે કરજોડ, સત્તર નેવું સંઘ સમેટીયો. ૫
૨૫૦