________________
સ્તવન વિભાગ
ચરણ તુજ શરણ મેં ચરણ ગુણનિધિ ! ગ્રહ્યા, ભવતરણ કરણ દમ શર્મ દાખો; હાથ જોડી કહે જસવિજય બુધ ઈછ્યું, દેવ! નિજ ભવનમાં દાસ રાખો. આજ૦
૭
F (૧૦) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન , સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર, ભવમંડપમાં રે નાટક નાચિયો, હવે મુજ પાર ઉતાર. ૧ ત્રણ રતન મુજ આપો તાતજી, જિમ નાવે રે સંતાપ; દાન દિયંતારે પ્રભુ કોસર કીસી ! આપો પદવી રે આપ. ૨ ચરણ અંગુઠે રે મેરૂ કંપાવિયો, મોડ્યાં સુરનાં રે માન; અષ્ટકર્મના ઝઘડા જીતવા, દીધાં વરસી રે દાન. ૩ શાસનનાયક શિવસુખદાયક, ત્રિશલા કુખે રતન; સિદ્ધારથનો રે વંશ દીપાવિયો, પ્રભુજી તુમે ધન્ય ધન્ય. ૪ વાચકશેખર કીર્તિવિજયગુરુ, પામી તાસ પસાય; ધરમ તણા એ જિન ચોવીશમાં, વિનયવિજય ગુણ ગાય. ૫ ક (૧૧) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન 5
(રાગ-શ્રી ચિંતામણી પાર્શજી વાતo) સરસ્વતી સ્વામીને પાયે લાગું પ્રણમી સદ્ગુરુ પાયારે; ગાઈ શું હૈડે હર્ષ ધરીને, વર્ધમાન જિનરાયારે. મોરા સ્વામી હો તેરા ચરણ ગ્રહીને, નરભવ લહાવો લીજે રે, સૌભાગી જિનના ચરણ ગ્રહી, વૈરાગી જિનના ચરણ ગ્રહીજે; ચરણ ગ્રહીજે શરણ રહીજે, નરભવ લહાવો લીજે રે.
મોરા) ૧ ભારેકર્મી તે પ્રભુ તાર્યા, પાતિકથી ઉગાર્યા રે; મુજ સરીખા તે નવી સંભાર્યા, શું ચિત્તથી ઉતાર્યા રે.
મોરા૦ ૨ ૨ ૪૯
૨ ૪૯