SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ ૬ (૧૩) શ્રી મહાવીર જિન સ્તવન 5. (રાગ-દેખ તેરે સંસાર કી) દીન દુઃખીયાનો તું છે બેલી, તું છે તારણહાર, તારા મહિમાનો નહિ પાર, રાજપાટને વૈભવ છોડી, છોડી દીધો સંસાર, તારા મહિમાનો નહિ પાર. ૧ ચંડકોશિયો ડસિયો જ્યારે, દૂધની ધારા પગથી નીકળે; વિષને બદલે દૂધ જોઈને, ચંડકોશિયો આવ્યો શરણે; ચંડકોશિયાને તું તારીને, ઘણો કીધો ઉપકાર. તારા મહિમા૦ ૨ કાનમાં ખીલા ઠોક્યા જ્યારે, થઈ વેદના પ્રભુને ભારે, તોએ પ્રભુજી શાંતિ વિચારે, ગોવાળનો નહિ વાંક લગારે, ક્ષમા આપીને તે જીવોને, તારી દીધો સંસાર. તારા૦ ૩ મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખેથી આંસુધાર વહાવે; કયાં ગયા એકલા છોડી મુજને, હવે નથી કોઈ જગમાં મારે; પશ્ચાત્તાપ કરતાં ઉપસ્યું કેવલજ્ઞાન. તારા૦ ૪ જ્ઞાન વિમલ ગુરુ મળી રે આજે, ગુણ તમારા ગાયે, થઈને સુકાની તું પ્રભુ આવે, ભવજલ નૈયા પાર ઉતારે; અરજી સ્વીકારી દિલમાં ધારી, કરજે વંદન વાત. તારા૦ ૫ gi (૧૪) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન , મારા પ્રભુજી મુજને તારો રે વીર જિગંદા, ભવભવના દુઃખ નિવારો રે જ્ઞાની મુણાંદા; વહાલા રે મારા પાપણી મતિ લીધી, મેં પરનિંદા બહુ કીધી રે વીર નિણંદા. ૧ વહાલા રે મારા નરક નિગોદમાં ભમિયો; મેં એને કાળ ગમીયોરે, વીર જિર્ણોદા. ૨ વહાલા રે મારા પરદારામાં ઘણું રાચ્યો; જેમ ફરતો સાંઢ મચ્યો રે વીર નિણંદા. ૩ ૨૫૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy