________________
સ્તવન વિભાગ સાખી-મ્હોટાને મોટા ગણે, એહ જગત વ્યવહાર;
મોટા છોટા સરખા ગણે, એહ વિતરાગ આચાર; દયા લાવી પારણું કરો, પ્રભુ ! મુજ હાથથી રે;
હું તો કરગરી અરજ કરૂં છું વારંવાર. કર૦ ૫ સાખી-ઘર ઘર ફરતાં આવીયા, ને વીર પ્રભુ સતી દ્વાર;
એક બોલ અપૂરણ રહૃાો પ્રભુ પાછા વળ્યા તેણીવાર. પૂરવ પુણ્ય વિના, દાન લાભ કયાંથી મળે રે;
એમ ચિંતવતાં ચાલી, આંખે આંસુ ધાર. કર૦ ૬ સાખી-તેર બોલ પૂરણ થયા, ને પ્રભુ આવી ઘર્યા હાથ;
બાકુળા લઈ સતી હાથથી, ને પરણું કરે જગનાથ; સાડી બાર કોડ સુવર્ણ વૃષ્ટિ ત્યાં થઈ રે;
સુરદુંદુભિ વાજે, દેવ કરે જય જયકાર. કર૦ ૭ સાખી-સોળ બોલ પૂરણ થયા, સતી શિર વાળું વાન;
સુખ સઘળાં આવી મળ્યા, જાવો પ્રભાવિક દાન; દક્ષા લીધી સતીએ, વીર પ્રભુના હાથથી રે;
છત્રીસ હજાર સતીઓમાં, મા જી થયા શિરદાર. કરે૦ ૮ સાખી-પાંચ માસ પચ્ચીશ દિને, પારણું કર્યું જગનાથ;
પ્રહ ઉગમતે ભવિજનો, ગાવો સ્તવન સહુ સાથ; વીર મુનિ કહે આપો દાન, સુપાત્રે પ્રેમથી રે; દાનથી જીવ આનંતા, તર્યા છે સંસાર. કર૦ ૯
'(૩) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન , મહાવીર માહરારે વિનતિ સાંભળો હું છું દુઃખીયો અપાર; ભવભવ ભટક્યો રે વેદન બહુ સહી, ચઉ ગતિમાં બહુવાર મહા) ૧ જન્મ-મરણનું દુઃખ નિવારવા, આવ્યો આપ હજાર; સમ્યગદર્શન જો મુજને દીયો, તો લહું સુખ ભરપુર. મહા૦ ૨ રખડી રઝળી રે હું અહીં આવીયો, સાચો જાણી તું એક મુજ પાપી ને રે પ્રભુજી તારજો, તાર્યા જેમ અનેક. મહા૦ ૩
૨૪૩)