________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ના નહીં કહેશો રે મુજને સાહેબા, હું છું પામર રાંક; આપ દયાળુ ખાસ દયા કરી, માફ કરો મમ વાંક. મહા૦ ૪ ભૂલ અનંતી રે વાર આવી હશે, માફ કરો મહારાજ; શ્રી ચંદ્રોદય લળીલળી વિનવે, બાંહે ગ્રહી રાખો લાજ. મહા) ૫
E (૪) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન , પંથીડા સંદેશો કહેજો મારા નાથને, વર્તમાન જે ચોવીશમો જિનરાય જો; રાજ ઈહાંથી જઈ સાત ઉંચા તમે રહ્યા, ધ્યાતાં નર નારી હૃદય મોઝાર જો. પંથીડા૧ જે દિનથી પ્રભુ આપ સીધાવીયા, તે દિનથી પ્રભુ જ્ઞાન ખજાનો લૂંટાય જો; આપે જેના રક્ષાકાર કર્યા હતા, તે તો સર્વ કેડે સધાય જો. પંથીડા૨ આપે જે પ્રભુ ધર્મવૃક્ષ રોપ્યો હતો, તે તો ખંડોખંડ કરી વેચાય જો; દિગમ્બર શ્વેતામ્બર આદિ અનેક જો, નિજ નિજ મતિએ ગચ્છાગચ્છ કરાય જો. પંથીડા૦ ૩ કેવલ ને મન:પર્યવ દો નાશી ગયા, લઘુભ્રાતા તસ ઓહી નાણ પણ જાય જો; આવ્યો અજ્ઞાન અંધારાને સાથે લઈ, પ્રગટ્યો ભારતના ચારે ખુણામાંય જો. પંથીડા૪ એના પંથ છતાંએ મન તૃપ્ત નહિ થયો, ચારે ગચ્છમાં એક પંથ જિનરાય જો; કહે જીવદાસ મુંઝાયો પંથ દેખી ઘણા, કેમ કરી પહોચું આપ કને સૌ કહાય જો. પંથીડા૫
૨૪૪