________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સત્તર-પાળી અઢાર-અજવાળી, જીતીશું બાવીશ; ત્રેવીશ-જણને દૂર કરીને, ચિત્ત ધરશું ચોવીશ. મેં તો૦ ૫ ત્રણ-પાંચ સત્તાવીશ, ધરશું બેતાલીશે શુદ્ધ; તેત્રીસ-ચોરાશી ટાળી, આતમ કરશું શુદ્ધ. મેં તો દ ચારમાંનાં બે પરિહરશું, બેનો આદર કરશું એમ શ્રી જિનની આણા વહીને, ભવસાગરથી તરશું. મેં તો ૭ અંગ વિનાનો સંગ ન કરીએ, ઉતરીએ ભવજળ તીર; ઉદય રત્ન કહે ત્રિશલાનંદન, જય જય શ્રી મહાવીર. મેં તો ૮ ક (૨) પ્રભુ મહાવીરદેવને ચંદનબાળાની વિનંતી છE
કરે વિનંતી ચંદનબાળા વીરને રે, .
હારે ઘેર પધારો જીવન જગ આધાર. કરે. એ ટેક. સાખી-મૃગાવતી રાણી અને મંત્રી ત્રીયા ઘરી પ્યાર;
ઈભ્ય શેઠ શેઠાણીઓ, કરે વિનંતી અપાર; લાવી મહેર જરા આ, ગરીબ સેવક ઉપરે રે;
આપો દરિસણ પ્રભુજી, દુઃખડાના હરનાર. કરે. ૧ સાખી-કોઈ વ્હોરાવે લાપસી, પેંડા, મોહનથાળ;
કોઈ વ્હોરાવે લાડવા, વિવિધ ભાત રસાળ; હું તો આપીશ લૂખા, બાકુના વીર પ્રેમથી રે;
તે છોરો તો આવો, પ્રભુજી મહારે દ્વારા કરે. ૨ સાખી-સોવન થાળ રત્ન જડ્યા, કંઈ શોભિત લઈ હાથ;
આપે તેમાં વિધિએ સહી, મેવા પકવાનો સાથ; મ્હારી પાસે સામગ્રી, તે માંહેલી એકે નથી રે;
સૂપડામાં રહેલા છે બાકુળા તૈયાર કરે૦ ૩ સાખી-સોળ શણગાર સજી કરી, ને પહેરે નવરંગ ચીર;
ઊભી ઘર ઘર આંગણે, ને વાટ જોતી પ્રભુ વીર; હું તો બેઠી ઉભટ વેશે, ઉંમર વચ્ચમાં રે; કરતી સ્મરણ પ્રભુનું, શ્વાસ ઉચ્છવાસ મોઝાર. કર૦ ૪
૨૪૨F
૨ ૪૨