________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
કરો મહારાજ કે, આશા વિ ફલે રે લો. ૧. જિનજી મન ભમરો લલચાય કે, પ્રભુની ઉલગે રે લો; જિનજી જેમ તેમ મેળો થાય કે, તે કરજો વગેરે રે લો, જિનજી દૂર થકાં પણ નેહ કે સાચો માનજો રે લો, જિનજી તુમથી લહું ગુણ ગેહ કે, અમૃત પાન જો રે લો. ૨. જિનજી પ્રભુ શું બાંધ્યો પ્રેમ કે, તે કેમ વિસરે લો; જિનજી બીજે જાવા નિયમ કે, પ્રભુજી દિલ ઠરે રે લો, જિનજી જોતાં તાહરૂં રૂપ કે, અનુભવ સાંભરે લો; જિનજી તાહરી જ્યોતિ અનુપ કે, ચિંતા દુઃખ હરે રે લો. ૩. જિનજી એઠું ભોજન ખાય કે, મિઠાઈની લાલચે રે લો; જિનજી આતમને હિત થાય કે, પ્રભુના ગુણ રુચે રે લો, જિનજી કર્મ તણાં બલ જોર કે, તેહથી તારિયે રે લા; જિનજી સમકિતના જે ચોર કે, તેહને વારિયે રે લો. ૪. જિનજી નિજ સેવક જાણીને, મુકિત બતાવીયે રે લો; જિનજી કરુણા રસ આણીને, મનમાં લાવીયે રે લો; જિનજીવાચક સહેજ સુંદરનો સેવક, ઈમ કહે રે લો; જિનજી પંડિત શ્રી નિત્ય લાભ કે, પ્રભુજી સુખ લહે રે લો. ૫.
(૪૧) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન (કચ્છી ભાષામાં)
સુઘડ પાસ પ્રભુ રે, દરિસણ વેલડો દિજ્ડ; દરસણ તોજો લાખ ટકનજો, લાખ ટકનો લાખ ટકનજો રે; કામણગારા તોજા નેણ. સુ૦ ૧ સાંહી અસાંજો તું અંઈયે તું અંઈયે તું અંઈયે રે, મિઠડા લગેતા તોજા વેણ. સુ૦ ૨. અધાં થકી અસીં આવિયા આવિયા આવિયારે, સફલ જન્મ થયો અલ્ઝ. સુ૦ ૩. મહેરે કજ જજી મુંમથે મુંમથે મુંમથે રે, બાંહે ગ્રહેજી લજ્મ સુ॰ દિલ લગો મુંજો તો મથે તો મથે તો મથે રે, થેઓસે વેંધો કીંહ. સુ૦ ૪. સજોદી તો કે સંભારીયાં સંભારીયાં સંભારીયાં રે મેહ બાપીયડા જીંહ. સુ૦ ૫. જગમેં દેવ દઠા જજા દઠા જજા દઠા જજા રે, તેં મેં તું વડો પીર સુ૦ અંસી વામાજી જે કે નંદ કે નંદ કે નંદ કે રે. દિરસણે
૨૪૦