________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
· તે સે બાહ્ય અત્યંતર દુશ્મન, હણીયા સમતા ભાવ થકીરી; નય કહે દુશમન દૂર કરનકો, રોમ રોમ તુમ ભિકત છકીરી; પાર્શ્વ જિનેશ્વર તું પરમેસર. ૩
૬ (૩૭) શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વજિન સ્તવન
(રાગ-રાતા જેવા ફુલડાને)
ધૃતકલ્લોલ પ્રભુ પાસ જિણંદ, અશ્વસેન રાયા કુલ ઉપના દિણંદ; મોરા પાસજી કો લાલ પ્રભુ મુખ દેખી મારો મન હીસે રાજ. એ આંકણી. માતા વામાદેવી જાયો પુત્ર રતન, જેણે નાગ નાગીણીનાં કીધા છે જતન; મોરા૦ પ્રભુ૦ ૧. કમઠનો મદ ગાલ્યો, વાલે કીધાં રૂડાં કાજ; કલિકાલમાંહે જેનો પરતો છે આજ, મોરા૦ મારગ ભુલને વાલો આપે છે સાદ, વલી સંપદાને ટાલે વિષવાદ. મોરા૦ પ્રભુ૦ ૨. બેડીયો કાપેને વાલો તારે છે જહાજ, સમર્યા આપે વાલો વાંછિત કાજ, મોરા૦ દેશ વિદેશી આવે સંઘ અનેક, સુથરીમાં વાસ કીધો રાખી વાલે ટેક. મોરા૦ પ્રભુ૦ ૩. મોણશી અંચલજીનું જાત્રાનું મન્ન, સંઘ લઈને આવ્યા સુથરી પ્રસન્ન, મોરા સંવત અઢાર બેયાસીયે જાણ, ફાગણ વિદ ચોથે ગાયો ગુણખાણ. મોરા૦ પ્રભુ૦ ૪. ભેટ્યા શ્રી ધૃતકલ્લોલ જિનરાજ, પૂજા સત્તરભેદી કરે શુભ કાજ, મોરા૦ મેઘ શેખર ગુરુના સુપસાય, શિષ્ય ગુલાબ શેખર ગુણ ગણ ગાય. મોરા પ્રભુ૦ ૫.
૬ (૩૮) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન (કચ્છી ભાષામાં)
અમાં આંઉ નેહડો કંઘી, ગોડીચે પેર વેંધી; કેસર જો ઘોર ઘોરીંધી, વેન્જિ આંઉં પૂજા કંઘી; ઈનવામાજીજો નીગરો એડો, બેયો નાએજુગમેં તેડો. અમા૦ ૧ સરગમરત પાતાલજા માડુ, ઝઝા સેવી પાય; કામણ ગારો પાસજી આયલ, મુંઝે દિલમેં ભાયું. અમા૦ ૨
૨૩૮