________________
સ્તવન વિભાગ
(૩૫) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન
પ્રભુ પાર્શ્વજીન શામળીયા, મહાપુન્ય ઉદયથી મળીયા રે. પ્રભુ રીતિ અનુપમ ભવ તરવાની, પ્રભુજી આપ પ્રકાશી; અજર અમર અવિનાશી, નિજ આત્મ ગુણથી બલીઆ રે. પ્રભુ૦ ૧ ક્રોધ અરિને ક્ષમા ખડ્ગથી ઝેર કર્યા તુમ જડથી; ગયો થઈ હલકો અતિ ખડથી, પ્રભુ શાંત વદન તુમ કલિયા રે.
પ્રભુ૦ ૨
માન રિપુ માર્દવ હથિયા રે, માયા આવે ધારી; સંતોષથી લોભ નિવારી, નહિ વિષ્ણુ સમ તમે છલિયા રે.
પ્રભુ
ო
લીધું;
રાગ દ્વેષ પ્રતિમલ્લને જીતી, વીતરાગ પદ નિજ આત્મ કારજ સીધું, જરા જન્મ મરણ ભય ટળીયા રે.
પ્રભુ૦ ૪ વામાનંદન અંતરયામી, આત્મલક્ષ્મી દાતા; વલ્લભ હર્ષ ગુણ ગાતાં, સહુ મનના મનોરથ ફળિયા રે. પ્રભુ૦ ૫
૬ (૩૬) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન
(રાગ-કલ્યાણ)
કવણ તુમારો મર્મ લઘોરી, પાર્શ્વ જિનેશ્વર તું પરમેસર; અજબ કલા કહો કોણ કહેરી, અજબ કલા કહો કોણ; ક્રોધ કષાય હણ્યાં તેં પહેલા, તવ થયો ઉપશમવંત શરીરી; ક્રોધ વિના તેં કેમ કરી ટાળ્યાં, અંતર દુર્ધર કર્મ અરીરી.
પાર્શ્વ૦ ૧
ક્ષમાવંતને હણવું ઘટે નહિ, એમ કીમ અર્થ સમર્થ હુવેરી; માનું હીમ જીમ શીત પ્રકૃતિ પણ, નીલકમલ દલ વિપીન દહેરી.
પાર્શ્વ૦ ૨
૨૩૭