________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
H (૩૩) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન BE
હે! પાર્થ જિન સ્વામી વિનતી સુણો હમારી, વિનતી (૨) ભવ ભયકે રોગ ટાળી, ત્યાગી બનાવો મુજને. ત્યાગી0 (૨) અનંત પિતાના કુળમાં અવતરી હું ચુકયો છું અનંતી માતાની કુક્ષીથી, હું જન્મી ચુક્યો છું. (૨) અનંતા કુટુંબ ફરિઓ; હજુએ ન પાર પામ્યો; હજુએ) અગ્નિ રૂપી જે ક્રોધ, અજગર રૂપી જે માન; ઈદ્રજાલ રૂપી જે માયા, વળી સર્પ રૂપી જે લોભ; બંધન રૂપી જે મોહ, તે મેં કદી ન છોડ્યા. તે મેં૦ સુખમાં હસ્યો છું, હું દુઃખમાં રડ્યો છું સંસાર રૂપી સમુદ્ર, ભવજલ રૂપી જે નાવ; રઝડી રહ્યો છું વચમાં હવે પાર તું લગાડે. હવે, હે પાર્શ્વ સમક્તિ રૂપી જે માર્ગ, કૃપા કરી બતાવો મુજને; જેવી સમાધિ તારી, તેવી સમાધિ મારી; ધૂન પાર્થની જગાવો, મારા જીવનમાં સ્વામી. મારા૦ હેતુ પાર્થ૦ તનથી કહું છું તુજને ચારે ગતિથી વારો, આઠ કર્મથી ટાળો; શાન્તિ સુધા વરસાવો. આત્મા રૂપી જીવનમાં. આત્મા છે પાર્થ૦ ચૌરાશી લાખ યોનિમાં, ચૌદ રાજ ત્રણ ભુવનમાં; કોઈશું ન વૈર રાખું, સર્વે જીવ સમ ગણું હું, સંવત્સરીના દિવસે; દાસ હર વિજય સહુ જીવને ખમાવે. સહુ જીવને ખમાવું. સહુo હે પાર્થo
E (૩૪) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન HI
કોયલ ટહુકી રહી મધુવન મેં, પાર્શ્વ શામળીઓ વસો મેરે દીલમેં કાશી દેશ વાણારશી નગરી, જન્મ લીયો પ્રભુ ક્ષત્રિય કુલમેં. કો૦ ૧. બાલપણામાં પ્રભુ અભુત જ્ઞાની, કમઠકો માન હર્યો એક પલમેં. કો. ૨. નાગ નિકાલા કાષ્ટ ચીરા કર, નાગકો કિયો સુરપતિ એક છીનમેં. ૩. સંયમ લઈ પ્રભુ વિચારવા લાગ્યા, સંયમે ભીંજ ગયો એક રંગમેં ૪. સમેત શિખર પ્રભુ મોક્ષે સિધાયા, પાર્થજીકો મહિમા ત્રણ ભુવનમેં. કો. ૫. ઉદય રતનકી એહી અરજ હે, દીલ અટક્યો તોરા ચરણકમલમેં. કો૦ ૬.
૨૩૬