SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ (૩૨) શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન ક (રાગ-ભીમપલાસ) પ્રભુ પાર્થ અવિચળ નામી છો, સ્વામી છો ગુણના ધામી છો; મારા હૃદયના વિસરામી છો, શિવ સુખ અમોને આપોને. પ્રભુત્વ ૧. આ ભવ અટવી ભમતાં ભમતાં, ફરી આવ્યો આપ ચરણ નમતાં, દેવ આપ મળ્યા છો મન ગમતાં, શિવ સુખ અમોને આપોને. પ્રભુ) ૨. આ નાવ અમારૂ ભર દરિયે, નાવિક વિનાનું શું કરીયે; પ્રભુ તારો તો સહેજે તરીકે, શિવ સુખ અમોને આપોને. પ્રભુ૦ ૩. આ ભવ સાગર છે દુઃખદાઈ, લવ લેશ નથી જ્યાં સુખ કાંઈ; જ્યાં જોઈયે ત્યાં સળગી લાઈ, શિવસુખ અમોને આપોને. પ્રભુ ૪. આ ભવમાંથી અમને પકડી, મોહ રાજાયે દીધા જકડી; નથી છુટી અમારી હાથકડી, શિવ સુખ અમોને આપોને પ્રભુ) ૫. નથી પાપ ગણ્ય ઉદર ભરતાં, ગયો કાળ ઘણો ખટપટ કરતાં; તેથી આપ કને આવ્યો ડરતાં, શિવ સુખ અમોને આપોને. પ્રભુ૦ ૬. પ્રભુ તરણ અને વળી તારક છો, ભવિ જીવને પાર ઉતારક છો; શરણાગતના દુઃખ વારક છો, શિવ સુખ અમોને આપોને. પ્રભુ૦ ૭. કરૂણાકર મુજ પર હે સ્વામી, તુજ પાય નમું છું શિરનામી; દુઃખથી કાઢો આતમરામી, શિવ સુખ અમોને આપોને. પ્રભુ૦ ૮. પ્રભુ શરણ તમારૂં મેં લીધું, જિન આગમ વચનામૃત પીધું; દો શિવપુરનું બારું સીધું, શિવ સુખ અમોને આપોને. પ્રભુત્વ ૯. પ્રભુ આજે તુજ શાસન પામી, અરિહંત મળ્યા છો મુજ સ્વામી; હવે બાકી રહી છે શી ખામી, શિવ સુખ અમોને આપોને. પ્રભુ) ૧૦. હું માંગુ છું પ્રભુ કર જોડી, બક્ષીસ ગુન્હાની હે ગોડી; નથી માગતો એક સરખી કોડી, શિવ સુખ અમોને આપોને. પ્રભ૦ ૧૧. જ્ઞાનાદિ ગુણ ધરનારા છો, વિજય નીતિ કરનારા છો; ઉદયના દુઃખ હરનારા છો, શિવ સુખ અમોને આપોને. પ્રભ૦ ૧૨. * ૧૨૩૫ ૨૩૫
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy