________________
અહંદ-ગુણ-વારિધિ-નરેનૌકા E (૩૦) શ્રી પાર્શ્વનાથજીનો બાલુડો ; સમરું સદા પ્રભુ પાર્શ્વજી રે, વારાણસી નગરીનો રાય (૨) માતા વામાદેવીનો લાડકો, અશ્વસેન કુલ અવતાર;
મારું મન મોહ્યું તારી સુરત. ૧ પોષ દશમ દિને જન્મ્યા રે, છપ્પન કુમારી ફુલરાય; (૨) ચોસઠ ઇદ્ર મલી સેવતા, મેરગિરિ નવરાય. મારું મન ૨ બાલભાવે ક્રિીડા કરી રે, અશ્વ ખેલવાને જાય, (૨) નાગ-નાગિણી ઉગાર્યા, શરણ દીયો નવકાર. મારું મન ૩ સંયમ લઈ કાઉસ્સગ્ય રહ્યા રે, કમ કીધો ઉપસર્ગ, (૨) જોગ નારી મુદ્રા રહ્યા, તોડ્યા કર્મના બંધ. મારું મન૦ ૪ ઘાતકર્મનો ક્ષય કરી રે, પામ્યા કેવલજ્ઞાન; (૨) એકસો આયુ પૂર્ણ કરી લેવા મુક્તિના રાજ. મારું મન, ૫
E (૩૧) ભીડભંજન પાર્શ્વનાથનું સ્તવન Hો
શા માટે સાહિબ સામું ન જુઓ, હું તો થયો છું તુમ ગુણરાગી રે; બોલ બીજા સાથે નવી બોલું, ન ગમે વાત અનેરી પ્રભુજી મારા૦ ૧. જો રે પોતાનો કરીને જાણો, તો મુજ સમકિત વાસો પ્રભુજીરે; ભલો ભંડો પણ ભકત તમારો દેઈ દિલાસો વાસો પ્રભુજી મારા૦ ૨. છેલ છબીલો દેવ છોગાળો, અલવેસર અવિનાશી પ્રભુજી રે; હૃદયનો વાસી પ્રભુ મુજને મળીયો, નમું હું નિત્ય શીર નામી પ્રભુજી મારા૦ ૩. હજાએ હૃદયમાં હોંશ ઘણી છે, રાખી છે તેમ ગુણરાગી પ્રભુજી રે, ભીડભંજન પ્રભુ ભક્તિના જોરે, જાલમ વાસના જાગી પ્રભુજી મારા, ૪. આપ સ્વરૂપ દેખાડો આછો, પડદો ખોલોને પાછો પ્રભુજી મારા, પ્રેમ ઉદય પ્રભુ પગથીએ ચઢતા, ન રહે લાભનો લાંછાં પ્રભુજી મારા. ૫
૧૨૩૪