________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ઘોઘા બંદર સુખ પાયા, જબ બહુ ઉપગાર કરાયા; નવખંડા નામ ધરાયા, મેં સુનકર ચરણે આયા. ઉદ્ધાર કરો મહારાયા. (૨) ન૦ ૪ હુઆ ચાતુરમાસ મુજ આયા, કીસ કારણ અબ બેઠાયા; ઘો મન વાંછિત સુખદાયા, હું પ્રેમે પ્રણમું પાયા. સેવક કા કાજ સરાયા. (૨) ન૦ ૫
ઈસ વિધિ નિધિઇંદુ કહાયા, ભલા આશ્વિન માસ સોહાયા; દીવાળી દિન જબ આયા, મેં આત્મ આનંદ પાયા; એમ વીરવિજય ગુણ ગાયા. (૨) ન૦ ૬
૬ (૨૮) શ્રી પાર્શ્વનાથ જિનના (જમવાના થાળ)નું સ્તવન
(રાગ-હાલો, હાલો, હાલો, હાલો મારા નંદને)
માતા વામાદે બોલોવે જમવા પાસને, જમવા વેળા થઈ છે, રમવાને ચિત્ત જાય, ચાલો તાત તુમારા બહુ થાએ ઉતાવલા, વહેલા હાલોને ભોજનીઆ ટાઢાં થાય. માતા૦ ૧
માતાનું વચન સુણીને જમવાને બહું પ્રેમશું, બુદ્ધિ બાજોઠ ઢાળી બેઠા થઈ હોંશિયાર; વિનય થાળ અશ્રુઆલી લાલન આગળ મૂકીયો, વિવેક વાટકીયો શોભાવે થાળ મોઝાર.
મા૦ ૨
સમિત શેલડીના છોલીને ગટ્ટા મૂકીયાં, દાનના દાડમ દાણા ફોડી આપ્યા ખાસ, સમતા સિતાફલનો રસ પીજ્યો બહુ રાજીયા, શ્રુતિ જામફળ પ્યારા આરોગોને પાસ. મા૦ ૩
મારા નાનડીઆને ચોક્ખા ચિત્તનાં ચૂરમાં, સુમતિ સાકર ઉપર ભાવશું ભેલું ઘરત; ભકિત ભજીયાં પિરસ્યાં પાસકુમારને પ્રેમ શું, અનુભવ અથાણાં ચાખોને રાખો સરત. મા૦ ૪
પ્રભુને ગુણ ગુંજામેં જ્ઞાન ગુંદવડા પીરસ્યા, પ્રેમના પેંડા જમજ્યો માન વધારણ કાજ; જાણપણાની જલેબી જમતાં ભાંગે ભુખડી, દયા દૂધપાક અમીરસ આરોગોને આજ. મા૦ ૫
૨૩૨