SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વિષય કષાયના પાસમાં, ભમ્યો કાળ અનંત જી; રાગ-દ્વેષ મહા ચોરટા, લુંટ્યો ધર્મનો પંથ જી. પણ કાંઈ પૂરવ પૂન્યથી, મળીયા શ્રી જિનરાજ જી; ભવસમુદ્રમાં બુડતા, આલંબન જિમ જહાજ જી. કમઠે નિજ અજ્ઞાનથી, ઉપસર્ગ કીધાં બહુ જાત જી; ધ્યાનાનલ પ્રગટાવીને, કીધો કર્મનો ઘાત જી. મન ૪ કેવળજ્ઞાનથી દેખીયું, લોકાલોક સ્વરૂપ જી; વિજય મુકિતપદ જઈ વર્યું, સાદિ અનંત ચિપ જી. મન૦ ૫ તે પદ પામવા ચાહતો, મોહન કમલનો દાસ જી; મનમોહન પ્રભુ માહરી, પૂરજો મનની આશ જી. મન૦ ૬ ૬ (૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન મનવ ૨ મનવ ૩ આવો આવો પાસજી મુજ મળીયા રે, મારા મનના મનોરથ ફળીયા. આવો૦ એ આંકણી. તારી મૂર્તિ મોહનગારી રે, સહુ સંઘને લાગે છે પ્યારી રે, તમને મોહી રહ્યા સુર નરનારી, આવો૦ ૧ અલબેલી મૂર્તિ પ્રભુ તાહરી રે, તારા મુખડા ઉપર જાઉં વારી રે; નાગ-નાગણીની જોડ ઉગારી. આવો૦ ૨ ધન્ય ધન્ય દેવાધિદેવ રે, સુરલોક કરે છે સેવા રે; અમને આપોને શિવપુર મેવા. આવો૦ ૩ તમે શિવરમણીના રસીયા રે, જઈ મોક્ષપુરીમાં વસીયા રે; મારા હૃદયકમલમાં વસીયા. આવો૦ ૪ જે કોઈ પાસતણા ગુણ ગાશે રે, ભવ ભવના તે પાતક જાશે રે; તેના સમકિત નિર્મળ થાશે. આવો૦ ૫ પ્રભુ ત્રેવીશમા જિનરાયા રે, માતા વામાદેવીના જાયા રે, અમને દિરસણ ઘોને દયાળ. આવો૦ ૬ હું તો લળી લળી લાગું છું પાય રે, મારા ઉરમાં તે હરખ ન માય રે; એમ માણેકવિજય ગુણ ગાય, આવો આવો પાસજી મુજ મળીઆ રે. ૭ ૨૨૮
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy