________________
સ્તવન વિભાગ
નિજ સ્વરૂપ કર થિર ધરે, ન કરે પુદ્ગલની ખેંચ રે; સાખી હુએ વરતે સદા, ન કદી પરભવ પરપંચ રે. ૪ સહજદશા નિશ્ચય જગે, ઉમંગે અનુભવ રસ રંગ રે; રાચે નહિ પરદ્રવ્યમાં, નિજ ભાવમાં રંગ અભંગ રે. પ નિજ સ્વરૂપ નિજમાં લખે, ન ચખે પરગુણની રેહ રે; ખીરનીર વિવરો કરે, એ અનુભવ હંસ સુપેખ રે.૬ નિર્વિકલ્પ જે અનુભવે, અનુભવે અનુભવની રીત રે; ઓર ન કબહુ લખી શકે, આનંદધન પ્રીત પ્રતીત રે; પ્રણમું પદપંકજ પાસના. ૭
(૨૧) શ્રી શંખેશ્વર પાર્શ્વ જિન સ્તવન (રાગ-મન ડોલે તન ડોલે)
(આધા આમ પધારો રાજ અમ ઘર)
અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો, સાંભળીને હું આવ્યો તીરે, જન્મ-મરણ-દુઃખ વારો; સેવક અરજ કરે છે રાજ! અમને શિવસુખ આપો. સહુકોનાં મન વંછિત પૂરો, ચિંતા સહુની ચૂરે; એહવું બિરૂદ છે રાજ ! તમારૂં, કેમ રાખો છો દૂરે. સે૦ ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો; કરુણાસાગર કેમ કહેવાશો ? જો ઉપકાર ન કરશો. સે૦ ૩ લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિસણ કીજે; માડે ઘી નહિ સાહિબ, પેટ પડ્યાં પ્રતિજે. સે૦ ૪ શ્રી શંખેશ્વર મંડન સાહિબ, વિનતડી અવધારો; કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો. સે૦ ૫
૧
(૨૨) શ્રી મનમોહન પાર્શ્વનાથ જિન સ્તવન
મનમોહન પ્રભુ પાસજી, સુણો જગત આધાર જી; શરણે આવ્યો રે પ્રભુ તાહરે, મુજ દુરિત નિવાર જી. મન૦ ૧
૨૨૭